સાયલાના સુદામડા ગામે ફૂડ પોઈઝનિંગની અસર થતા લીંબડી ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ સહિત અધિકારીઓની ટીમ ઘટના સ્થળે - At This Time

સાયલાના સુદામડા ગામે ફૂડ પોઈઝનિંગની અસર થતા લીંબડી ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ સહિત અધિકારીઓની ટીમ ઘટના સ્થળે


સાયલાના સુદામડા ગામે ફૂડ પોઈઝનિંગની અસર
લીંબડી ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ સહિત અધિકારીઓની ટીમ ઘટના સ્થળે

છાસ અથવા પ્રવાહીને કારણે અસર થયાનુ તબીબોનું પ્રાથમિક અનુમાન

સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામે રબારી સમાજના માતાજીના માંડવામાં ફૂડ પોઈઝનિંગની અસર થતા લીંબડી ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ સહિત અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી
સાયલા તાલુકાના સુદામડા ગામે માતાજીના માંડવાના કરાયેલા આયોજનમાં અંદાજે ત્રણેક હજાર શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ બનાવડાવ્યા બાદ તેને ગ્રહણ કરનારાઓમાંથી 300થી વધુ બાળકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. બપોરના સમયે પ્રસાદ લીધાના બે કલાક બાદ બાળકોને અચાનક ઉલ્ટી શરૂ થઇ જતા પરિવારજનો ચિંતાતુર બની ગયા હતા. એક પછી એક બાળક ઉલ્ટી કરવા લાગ્યા હતા અને 300થી વધુ બાળકોની તબિયત લથડતા તેમને સુદામડા અને સાયલાના દવાખાને દાખલ કરાયા હતા. સારવાર બાદ બાળકોને તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા સમાજના માતાજીના મંદિરો આવેલા છે. જયા સમાજના આગેવાનો દ્વારા જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. અને મહાપ્રસાદનું પણ આયોજન થતુ હોય છે. સાયલા તાલુકાના સુદામડા ગામમાં આવેલા મંદિરે માંડવાનું આયોજન કરાયું હતું. બપોરના સમયે તમામ લોકોએ પ્રસાદ લીધાના બે કલાક પછી બાળકોને અચાનક ઉલ્ટીઓ થવા લાગી હતી. એક પછી એક બાળક ફુડપોઇઝનીંગનો ભોગ બનવા લાગતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા.


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.