અપહરણ ના ઇરાદે મહુવાના સોની પર વેપારીની કારને આંતરી તોડફોડ કરાય
અપહરણ ના ઇરાદે મહુવાના સોની પર વેપારીની કારને આંતરી તોડફોડ કરાય
મહુવાના સોની વેપારીના અપહરણના ઈરાદે તેમની કારને આંતરી ચાર શખ્સે ગાળો આપી કારમાં તોડફોડકરતાં વપ્રી કાર હંકારીને નિકળી ગયા હતા. એકાદ માસ પૂર્વે બનેલી ઘટનામાં આજે વેપારીએ ચાર શખ્સ સામે નોંધાવી
વેપારી વાડીએથી પરત આવતા હતા: સ્વિફટ કારમાં બેસીને આવેલા ચાર શખ્સે વેપારીને ગાળો આપી
બનાવની વિગત એવી છે કે, મહુવામાં શ્યામવાડીની બાજુમાં આવેલ સત્ય સદન સોસાયટીમાં રહેતા અને સોની બજારમાં વીરાભાઈ સોમાભાઈ બાંભણિયા નામની સોનીની દુકાન ધરાવતા વેપારીલાલજીભાઈ વીરાભાઈ બાંભણિયા પોતાની ૧ કાર નંબર જીજે.૦૬. કેડી. ૪૫૧૮ લઈને ગત તા. ૧૮ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સાંજના સમયે મોટા જાદરા રોડ પર આવેલી તેમની વાડીએથી મહુવા આવતાં હતા ત્યારે મોટા જાદરા
નજીક પાછળથી આવી રહેલી સ્વિફટ કારનાચાલકે લાલજીભાઈની કારને ઓવરટેક કરી હતી અને તેમની કારને આગળ ૧ ઉભી રખાવી કારમાં બેઠેલા વિજય ઝવેરભાઈ સરવૈયા (રહે.નાના ખૂટવડા) હાર્દિક જયદીપભાઈ સોલંકી (રહે. નૈસવડ ), મુન્ના લાલજીભાઈ સરવૈયા (રહે. નાના ખૂટવડા ) અને જયરાજસિંહ ભીમભાઈ ગોહિલે નીચે ઉતરી કારચાલક લાલજીભાઈ બાંભણિયાને ગાળો આપવા લાગ્યા હતા
વેપારી એ ગાળો આપવાની ના પાડતા ચારેય શખ્સે લાકડી વડે તેમની કારના કાચમાં તોડફોડ કરતા વેપારીએ ત્યાંથી કાર હંકારી મુકી હતી. અને ઘરે પહોંચી ગયા હતા. આ મુકદ્ મામલે ઘટનાનાએક માસ બાદ આજે વેપારી લાલજીભાઈ ઉક્ત ચાર શખ્સ વિરૂદ્ધ તેમના અપહરણના ઈરાદે કારને આંતરી કારમાં તોડફોડ કરી કારને નુકશાન કરી ગાળો આપ્યાની મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
