બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર – ગઢડા ખાતે ભવ્ય શિક્ષક સેમિનાર યોજાયો.
આ સેમિનારમાં ગઢડા તાલુકાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી ૫૦૦ જેટલા શિક્ષકો ભાઈઓ-બહેનોએ શાળા સમય બાદ ઉપસ્થિત રહ્યા.
તારીખ : ૦૯/૦૯/૨૦૨૪ને સોમવારના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના યજમાન પદે "રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ" અને "પ્રાથમિક શિક્ષક સંઘ" - ગઢડા તાલુકાના સંયુક્ત ઉપક્રમે "મારો દૃષ્ટિકોણ - મારી જીવન શૈલી" વિષય પર ભવ્ય સેમિનાર યોજાયો. જેમાં સુપ્રસિદ્ધ મોટીવેશનલ વક્તા દીપકભાઈ તેરૈયા દ્વારા ખૂબજ રસાળ અને ભાવાત્મક શૈલીમાં રજૂ થયેલ વક્તવ્યનો ગઢડા તાલુકાના ૫૦૦ ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ શાળા સમય બાદ ઉપસ્થિત રહી લાભ લીધો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીએ.પી.એસ.સંસ્થા -ગઢડા, રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ, પ્રાથમિક શિક્ષક સંઘ -ગઢડા, તાલુકા પ્રા.શિ.અધિકારીશ્રીની કચેરી અને બી.આર.સી. ભવન ગઢડા તેમજ તાલુકાની પ્રાથમિક,માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓનો ખૂબ જ ઉત્સાહ પૂર્વકનો સહકાર રહ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.