ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ સહયોગી ગૃપના ઉપક્રમે પત્રકાર, એંકરિંગ,એનાઉન્સર કારકીર્દી માર્ગદર્શન સેમિનાર ગાંધીનગર સેકટર ૧૨ ખાતે બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે રાખેલ જેમાં મોટી સંખ્યામાં યુવા વર્ગ હજાર રહ્યા હતા - At This Time

ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ સહયોગી ગૃપના ઉપક્રમે પત્રકાર, એંકરિંગ,એનાઉન્સર કારકીર્દી માર્ગદર્શન સેમિનાર ગાંધીનગર સેકટર ૧૨ ખાતે બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે રાખેલ જેમાં મોટી સંખ્યામાં યુવા વર્ગ હજાર રહ્યા હતા


તા:-૦૬/૦૪/૨૦૨૫
ગાંધીનગર

ગુરૂ બ્રાહ્મણ સમાજ સહયોગી ગૃપના ઉપક્રમે પત્રકાર, એંકરિંગ,એનાઉન્સર કારકીર્દી માર્ગદર્શન સેમિનાર સંપન્ન

ગાંધીનગરના ડો આંબેડકર હોલ ખાતે આજે ગુજરાતના ગુરૂબ્રાહ્મણ સમાજ અને સહયોગી સંસ્થાના ઉપક્રમે, આ સમાજના નવયુવાન યુવક-યુવતિઓને પત્રકારત્વ ક્ષેત્રે કારકીર્દી ઘડવાને પ્રોત્સાહિત કરવા અને તેમાં આગળ વધવા દિશા ચિંધવાના હેતુ સાથેનો 'માર્ગદર્શન સેમિનાર' યોજાયો હતો.

આ સેમિનારમાં પૂર્વ અધિક માહિતી નિયામક, ગુજરાત પ્રેસ અકાદમીના પૂર્વ સચિવ, કોલમ્નિસ્ટ અને મોટીવેશ્નલ સ્પીકર શ્રી પુલક ત્રિવેદી, પૂર્વ સંયુક્ત માહિતી નિયામક અને લેખક-પત્રકાર શ્રી નટુભાઈ પરમાર, આકાશવાણીના પૂર્વ ન્યૂઝ હેડ અને પૂર્વ નાયબ નિયામક શ્રી ભરત દેવમણી, આકાશવાણીના પૂર્વ કાર્યક્રમ અધિકારી શ્રી રસિકભાઈ પંડ્યા, ગુજરાતી ન્યૂઝ ચેનલ 'ન્યૂઝ - ૧૮'ના સંવાદદાતા શ્રી ગૌતમ શ્રીમાળી અને જી.ટી.પી.એલ. ગુજરાતી ચેનલના પ્રોગ્રામ ડાયરેક્ટર શ્રી શૈલેષ પંડ્યા 'ભીનાશ'એ ગુરૂબ્રાહ્મણ સમાજના પત્રકારત્વના વ્યવસાયમાં જવા અને પત્રકાર, એન્કર અને એનાઉન્સર તરીકે આગળ વધવાને ઈચ્છુક યુવક-યુવતિઓને બહુઉપયોગી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

પ્રારંભે સેમિનારની ભૂમિકા આપી સામાજિક ન્યાય - અધિકારીતા વિભાગના પૂર્વ નાયબ નિયામક શ્રી પ્રવીણ શ્રીમાળીએ સ્વાગત પ્રવચન
કર્યું હતું.

ટેકનોલોજીકલ વિકાસ સાથે પત્રકારત્વનું ક્ષેત્ર ઝડપી, સરળ ને સાથે જટીલ અને વ્યાપક પણ બન્યું છે તથા માહિતીનો તો રીતસરનો વિસ્ફોટ થયો છે ત્યારે આ વ્યવસાયમાં આવનાર પાસે તેની સજ્જતાની અપેક્ષા પણ અનેકગણી વધી ગઈ છે, એમ જણાવી પુલક ત્રિવેદીએ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ન્યૂ મિડિયાના વર્તમાન પ્રવાહો વિશે વિગતે છણાવટ કરી હતી.

'પત્રકારત્વમાં નીતિમત્તાના ધોરણો' વિષય પર વક્તવ્ય આપતા નટુભાઈ પરમારે પત્રકારે રિપોર્ટીંગ કરતા લેવાની સાવચેતી અને આ વ્યવસાયમાં જાળવવાના નીતિમત્તાના ધોરણો પર વિશદ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

જો તમારામાં જિજ્ઞાસાવૃત્તિ ના હોય અને મુશ્કેલીઓ વચ્ચે કામ કરવાની તૈયારી ના હોય તો આ વ્યવસાયમાં તમે સફળ નહીં થઈ શકો એવી વાસ્તવિકતા રજૂ કરીને ભરત દેવમણીએ કહ્યું કે, હિંમત સાથે ખુલ્લા આકાશમાં વિહાર કરવાની તમન્ના હોય તો પત્રકારત્વનો વ્યવસાય તમારી રાહ જુએ છે !

ગૌતમભાઈ શ્રીમાળીએ અને શૈલેષ પંડ્યાએ પણ પોતે જે ન્યૂઝ ચેનલ્સમાં કામ કરે છે તેના અનેક પ્રેરણાદાયી પ્રસંગો વર્ણવ્યા હતા. જ્યારે રસિકભાઈ પંડ્યાએ પણ આકાશવાણીના તેમના કાર્યકાળ દરમિયાનના પત્રકારત્વ સંબંધી ઉલ્લેખનીય પ્રસંગોને ભાવિ પત્રકારો એવા યુવાનો-યુવતીઓ વચ્ચે વહેંચ્યા હતા.
આ સેમિનારમાં સહયોગી ગૃપ અને શબ્દાયન સંસ્થાએ ગુરુ બ્રાહ્મણ સમાજના ગર્ગાચાર્ય ભવનના નિર્માણ માટે ગાધીનગર ખાતે સરકારે ફાળવેલ જમીન માટે આર્થિક યોગદાન બદલ નિવૃત્ત આઇપીએસ શ્રી એ. કે. પંડ્યા સાહેબનું અને પાયામાં કામ કર્યું હતું તેવા ડૉ. મહેશચંદ્ર પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી બી. કે. શ્રીમાળીએ પણ આર્થિક યોગદાન આપ્યું હતું તેઓ સંજોગોવસાત ઉપસ્થિત રહી શકયા ન હતા તેમનું સન્માન સ્મૃતિ ચિન્હની જાહેરાત કરવામાં આવી હતી.
આ સેમિનારમાં સહયોગી ગૃપના સર્વ શ્રી અમૃતભાઈ શ્રીમાળી, નિકુંજ વૈશયક, વિજય શુકલા, ચંદ્રકાન્ત આચાર્ય, ગીરીશભાઇ પંડ્યા, સુમનભાઈ પંડ્યા, અનીલભાઇ પાઠક,કમલેશભાઈ નાગર, કાન્તીભાઈ રત્નોતર,એલ.પી.શ્રીમાળી,કાનતીભાઇ વાવડી, કવિ રાજુભાઈ,મનુભાઇ શ્રીમાળી,કાનતીલાલ પંડ્યા,અરવિદભાઇ પંડ્યા, અશોકભાઈ દવે,જીગનેશભાઇ પંડ્યા,અલપેશ પંડ્યા દિપકભાઈ ધામેલ વિગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.શબ્દાયન સંસ્થાના કોષાધ્યક્ષ જશુભાઈ શ્રીમાળી તેમજ સુરેશભાઈ રત્નોતર, મુકેશભાઈ પંડ્યા, ભાનુભાઈ દવે, કિરણભાઈ દવે, હાજર રહ્યા હતા.
ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પંડ્યા, મનોજભાઈ જોષી, રાકેશભાઈ શ્રીમાળી, મુકેશ શાસ્ત્રી, યોગેન્દ્ર પુરાણી, તેજશ શાસ્ત્રી, ગીતેશ ગાંધી,રવિભાઈ દવે, કાન્તીભાઈ શ્રીમાળી, મણીભાઈ દવે, મહેન્દ્રભાઈ શ્રીમાળી,ગૌરીશંકર પંડ્યા એલ. પી. શ્રીમાળી સાહેબ,નિ.સ.ક. નિયામકશ્રી, નડિયાદ, કાંતીલાલ રત્નોત્તર, ખેડા,હરેશભાઈ કરલિયા, પાટણ દિનેશભાઈ પંડ્યા, ઈડર,રાજેન્દ્રભાઈ પંડ્યા, વડોદરા,
ઉપરાંત મોટી સંખ્યામાં ગુરુ બ્રાહ્મણ સમાજના યુવક યુવતીઓ અને વાલીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો.

સેમિનારમાં સહયોગી તરીકે નિવૃત્ત નાયબ નિયામક શ્રી વસંત જાદવ અને કાન્તીભાઈ પરમારે સેવા આપી હતી.
આભાર વિધિ વિજય શુકલાએ કરી હતી જયારે સમગ્ર સેમિનારનું સભા સંચાલન પ્રવીણ શ્રીમાળીએ કર્યુ હતું.

રિપોર્ટર:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image