શહેર પોલીસ બુટલેગરો પર તૂટી પડી: ચાર દરોડામાં 421 બોટલ દારૂ અને બિયરનો જથ્થો પકડ્યો - At This Time

શહેર પોલીસ બુટલેગરો પર તૂટી પડી: ચાર દરોડામાં 421 બોટલ દારૂ અને બિયરનો જથ્થો પકડ્યો


શહેર પોલીસે બુટલેગરો પર ઘોંસ બોલાવી અલગ અલગ જગ્યાએ ચાર દરોડા પાડી 421 બોટલ દારૂ અને બિયરના જથ્થા સાથે ચાર શખ્સોને રૂ.6.73 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડયા હતા. જેમાં નવાગામમાં ગૌતમ ચાવડાને 65 બોટલ સાથે: મોરબી રોડ પરથી સાગર માવલાને 132 બોટલ અને બિયર સાથે, લોઠડા રોડ કારમાંથી 132 બોટલ અને માંડાડુંગરમાંથી 92 બોટલ સાથે કરન ખુમાણને પકડી પાડ્યો હતો. જે અંગે કુવાડવા રોડ, આજીડેમ અને બી. ડિવિઝન પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે નવાગામ દિવેલીયાપરા સ્મશાનની સામેની શેરીમાં ખુલ્લા પ્લોટ પાસે સફેદ કલરની કારપ નં. જીજે-03-એમએલ-2846 કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. શંકાના આધારે તે સ્થળ પર દરોડો પાડી કારની તપાસ કરતા કારમાંથી દારુની 65 બોટલ મળતા કાર ચાલક ગૌતમ મનસુખભાઈ ચાવડા (ઉ.વ.24 રહે.નવાગામ રંગીલા સોસાયટી નવીન રેસીડેન્સી રઘુવીર ડેલાની પાછળ) ને દારૂ અને કાર મળી રૂ.3.35 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો.
બાદમાં તેની પૂછતાછ હાથ ધરતાં તેને દારૂનો જથ્થો હીતેશ ધોરીયા (રહે.ચોટીલા) એ આપ્યાની કબુલાત આપતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. બીજાં દરોડામાં બી.ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે, રીક્ષા નંબર જીજે-03-એએક્ષ-1118 ગ્રીનલેન્ડ ચોકડીથી નીકળેલ છે અને જકાતનાકા થઈ જુનો મોરબી રોડ વાળા રસ્તે થઈ ભગવતીપરા વિસ્તારમાં જવાની છે, જે રીક્ષામાં માલસામાનની આડમાં વિદેશી દારૂના જથ્થો સંતાડેલ છે,
તેવી ચોક્કસ હકિકત મળતા વોચમાં રહેલ સ્ટાફે રિક્ષા જકાતનાકા તરફથી આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા દારુની 132, બિયરની 72 બોટલ મળી આવતાં રિક્ષા ચાલાક સાગર બાબુભાઈ માવલા (ઉ.વ.-32 રહે-ભગવતી પરા મેઈન રોડ બોરીચા સોસાયટી શેરી નં.-01 રામજી મંદિર પાસે) અને સોમકુભાઈ ગભરૂભાઈ ખાચર (રહે-નાની મોલડી, ચોટીલા) ને દબોચી લીધા હતાં. પોલીસે દારુની બોટલ, રિક્ષા અને મોબાઈલ સહીત રૂ. 1.01 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ત્રીજા દરોડાની વિગત મુજબ, આજીડેમ પોલિસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન કોઠારીયા રોડ પિતૃ કૃપા નામની ઓફીસ પાસે કાચા માર્ગ પર એક સફેદ કલરની અલ્ટો કારમાં દારૂનો જથ્થો રાખેલ છે, તેવી બાતમી મળતા સ્ટાફે વોચમાં હતી ત્યારે કોઠારીયા ગામથી લોઠડા રોડ મીત મારબલની સામે આવેલ કાચા માર્ગે જતા વોકળાના કાંઠે સફેદ કલરની અલ્ટો કારને અટકાવતાં કાર ચાલક નાસી છૂટ્યો હતો. જે કારમાંથી દારુની 132 બોટલ કબ્જે કરી હતી. પોલીસે દારૂ અને કાર મળી રૂ.2.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ચોથા દરોડામાં પણ આજીડેમ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માંડાડુંગર શ્યામ કિરણ સોસાયટી શેરી નં-1 મા રહેતા કરણ મોહન ખુમાણએ પોતાના રહેણાંક મકાનમા દારૂનો જથ્થો રાખેલ છે, તેવી બાતમીના આધારે દરોડો પાડી દારુની 92 બોટલ કબ્જે કરી કરણ ખુમાણ સામે ગુનો નોંધી રૂ.16400 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.