કેશોદમાં વિરોધ પ્રદર્શન - At This Time

કેશોદમાં વિરોધ પ્રદર્શન


કેશોદમાં આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પક્ષપાતી વલણ અપનાવવામાં આવતાં વિરોધ પ્રદર્શન કરતાં પોલીસે અટકાયતી પગલાં લીધાં

કેશોદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તુટી ગયેલાં રોડ રસ્તાઓ પર રીસર્ફેસીગ ડામર રોડ બનાવવા માટે સત્તાધિશો દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવાને બદલે પક્ષપાતી વલણ દાખવવામાં આવતાં કેશોદ શહેર વેપારી મંડળનાં પ્રમુખ રાજુભાઈ બોદર અને કેશોદ હિતરક્ષક સમિતિ નાં કન્વીનર રાજુભાઈ પંડ્યા કેસરીસેના નાં કન્વીનર પી પટેલ સુધરાઈ સભ્ય અશોકભાઈ વણપરીયા ગૌરક્ષા સમિતિના નરેન્દ્રભાઈ ચુડાસમા સહિત વેપારીઓ દ્વારા નગરપાલિકા કચેરીએ પહોંચી રામધુન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેશોદ નગરપાલિકા દ્વારા ગેરન્ટી પિરીયડ માં તુટેલા રોડ રસ્તા કામ રાખનાર એજન્સી પાસે કરાવવામાં ન આવતાં લેખિતમાં રજૂઆત કર્યા બાદ માનનીય મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ ઓનલાઇન કાર્યક્રમ માં પ્રશ્ન રજૂ કરવામાં આવતાં લેખિતમાં બાંહેધરી આપવા છતાં સત્તાધિશો દ્વારા કામગીરી કરવામાં આવતી નથી ત્યારે કરાર આધારિત કર્મચારીઓ અને અધિકારીઓ ની અંગત જવાબદારી થતી ન હોવાથી મનમાની ચલાવવામાં આવે છે. કેશોદ શહેરમાં ચોક્કસ વિસ્તારોમાં દર વર્ષે રોડ રસ્તા નાં કામો કરવામાં આવે છે અને અમુક વિસ્તારોમાં ઈરાદાપૂર્વક કામગીરી કરવામાં આવતી હોય શહેરમાં રોષ ફેલાયો છે. કેશોદ પોલીસ દ્વારા આંદોલનકારીઓ ની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.