ઇડર ના સાપાવાડા માકૅટ યાડૅ ખાતે વડાપ્રધાનની વચ્યૅુઅલ પ્રેરક ઉપસ્થિતમા આયુષ્માન કાડૅ વિતરણ કાયૅક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/69yipkzkxcsjwnaq/" left="-10"]

ઇડર ના સાપાવાડા માકૅટ યાડૅ ખાતે વડાપ્રધાનની વચ્યૅુઅલ પ્રેરક ઉપસ્થિતમા આયુષ્માન કાડૅ વિતરણ કાયૅક્રમ યોજાયો


ઇડર ના સાપાવાડા માકૅટ યાડૅ ખાતે વડાપ્રધાનની વચ્યૅુઅલ પ્રેરક ઉપસ્થિતમા આયુષ્માન કાડૅ વિતરણ કાયૅક્રમ યોજાયો

આજરોજ તા-17/10/2022 ના રોજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમમા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની વર્ચ્યુઅલ/પ્રેરક ઉપસ્થિત અને લાભાર્થી સાથેના સંવાદ ના કાર્યક્રમ નું આયોજન ઇડર તાલુકાના સાપાવાડા APMC માર્કેટ ખાતે કરવામાં આવેલ જેમા ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા તથા તાલુકા પંચાયત પ્રમુખ હર્ષાબેન, સાબરકાંઠા આરોગ્ય સમિતિના ચેરમેન શંકરભાઇ બેગડીયા, તથા તાલુકા ઉપપ્રમુખ કાંતિભાઈ પટેલ અને અન્ય જિલ્લા પંચાયત સદસ્યો તથા તાલુકા પંચાયત સદસ્યો એ હાજરી આપેલ
અને ઇડર તાલુકાના ગામોમાંથી આયુષ્યમાન ભારત કાર્ડ ના આશરે 2000 કરતાં વધારે લાભાર્થીઓ હાજર રહેલ. જેમાંથી 5 લાભાર્થીને પ્રતીકાત્મક રીતે કાર્ડ વિતરણ કરવામાં આવેલ અને આયુષ્યમાન કાર્ડ નો વૈદ્યકીય લાભ લીધેલ તેમજ 4 લાભાર્થીએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા પોતાના પ્રતિભાવો કાર્યક્રમમાં આપ્યા.

આ સમગ્ર કાર્યકમ નું આયોજન તાલુકા વહીવટી તંત્ર ના સહયોગથી તાલુકા વિકાસ અધિકારી ડી.જી.પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.ધ્રુવ પટેલ નોડલ અધિકારી દ્રારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]