કુંકાવાવ મોટી પ્રાથમીક શાળા પરિવારમાં હરખની હેલી...નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત થયું. - At This Time

કુંકાવાવ મોટી પ્રાથમીક શાળા પરિવારમાં હરખની હેલી…નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત થયું.


કુંકાવાવ મોટી પ્રાથમીક શાળા પરિવારમાં હરખની હેલી...નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત થયું.
લાપસી અને મગના શુકનવંતા આંધણ મુકાયા...
આજરોજ સરકારશ્રીના શિક્ષણ વિભાગ અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ રૂ.એક કરોડ ચાલીશ લાખના ખર્ચે મંજુર થયેલ અદ્યતન શાળા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક અને આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયાને હસ્તે થયું હતું.આ બિલ્ડીંગ માટે 20.01.21થી દરખાસ્ત થયા પછી ધારાસભ્યશ્રી એ વાંરવાર રજૂઆતો કરેલ હતી..જે સંદર્ભે 20.10.22 ના રોજ 6 રૂમો મંજુર કરેલ એ પછી પણ ધારાસભ્ય શ્રીએ 23.01.23ના પત્રથી soe અંતર્ગત રૂમો વધારવા અને અદ્યતન સુવિધા સાથે બિલ્ડીંગ બનાવવા અને ત્વરિત કામ શરૂ કરવા અસરકારક રજુઆત કરતા તેમની જહેમત રંગ લાવી હતી અને 8 ઓરડા અને સેનિટેશન સાથેના અદ્યતન બિલ્ડીંગનું આજેજ એમના જ વરદ હસ્તે ખાતમુહૂર્ત થયું હતું.અને 2 વર્ષ જેવી પ્રતિક્ષાનો અંત આવ્યો હતો.આ શુભ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ભીખુભાઇ ધોરાજીયા, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાલા,મહામંત્રી રમેશભાઈ સાકરીયા, તા.પં પ્રમુખશ્રી પરસોતમભાઈ હિરપરા, ઉપપ્રમુખ મનોજભાઈ હપાણી, પૂર્વ તા.પ.પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ સોરઠીયા,ઉપસરપંચ શ્રી દેવેન્દ્રભાઈ ચોવટીયા,તથા ટીમ ગ્રામ પંચાયત સદસ્યો, પૂર્વ તા.પં. ચેરમેન પી.વી.વસાણી,ચેમ્બર ઓફ કોમર્સના ભીમજીભાઈ વેકરિયા, ગ્રામ અગ્રણીઓ, યુવાનો બંને શાળાની smc ટીમના મુકેશભાઈ સાકરીયા,ચેતનભાઈ પીઠડીયા, વિપુલભાઈ દુધાત, મહિલા સભ્યો, Tpeo શ્રી જયદીપભાઈ પટેલ ,બીઆરસી શ્રી નિરવભાઈ સાવલિયા સીઆરસી વસંતભાઈ કોરાટ બંને શાળાના આચાર્ય શ્રી મુકુંદભાઈ ઢોલરીયા,નયનાબેન કથરોટિયા કુંકાવાવ સ્થાનિક તમામ શાળા આચાર્ય શ્રીઓ..બંને શાળા શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો હરખભેર ઉપસ્થિત રહ્યા હતા.સ્વાગત ગોપાલભાઈએ કર્યું હતું અને આભરદર્શન પી.વી.વસાણી સાહેબે કર્યું હતું.કોન્ટ્રાક્ટર તરફથી સૌને પેંડા ગોળ ધાણા ખવરાવી મીઠું મો કરાવાયું હતું.સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન પૂર્વ બીઆરસી ઉદયભાઈ દેસાઈએ કર્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા સ્ટાફ અને બીઆરસી સ્ટાફે જહેમત ઉઠાવી હતી.પંડ્યાભાઇએ ભૂમિ પૂજન કરાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.