‘તમારા પટ્ટા-ટોપી ઉતરાવી દઇશ’ કહી ચાલકે જમાદાર સાથે હાથાપાઇ કરી

‘તમારા પટ્ટા-ટોપી ઉતરાવી દઇશ’ કહી ચાલકે જમાદાર સાથે હાથાપાઇ કરી


મોરબી રોડ ચેક પોસ્ટ પર પૂરઝડપે કાર ચલાવી ભાગેલા ચાલકે જમાવ્યો રોફ

પોલીસ સાથે સમયાંતરે લોકો વાણીવિલાસ કરી ઘર્ષણ કરતા હોય છે. ત્યારે હાલ ચાલી રહેલા ચૂંટણીના માહોલ વચ્ચે મોરબીના વેપારીએ પોલીસ જમાદાર સામે રોફ છાંડી સીન જમાવતા લોકઅપમાં બેસવાનો વખત આવ્યો છે. કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ. આર.એ.ગઢવીએ નોંધાવેલી ફરિયાદમાં, તેઓ અન્ય કર્મચારીઓ સામે મોરબી હાઇવે પર કાગદડી ચેક પોસ્ટ પર નોકરીએ હતા. આ સમયે અહીંથી એક કાર પૂરઝડપે કાવો મારી ચેક પોસ્ટ પરથી ભાગી હતી. જેથી મોરબી રોડ પર પેટ્રોલિંગ કરી રહેલી અન્ય પોલીસને જાણ કરતા તેમને કારને અટકાવી રોકી હતી.

બાદમાં પોતે પણ પાછળ પાછળ ત્યાં પહોંચ્યા હતા. અને તમને ઊભા રહેવાનો ઇશારો કરવા છતાં કેમ કાર ઊભી ન રાખી, તમારું નામ શું છે તેમ પૂછતા તે ચાલક તાડૂકી વાણીવિલાસ કરવા લાગ્યો હતો અને પોલીસ મારું કાંઇ પણ કરી શકશે નહિ, મારી કાર ઊભી રાખું કે ન રાખું, તમારા બાપનો રોડ નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારે સાથે રહેલા હેડ કોન્સ. વિક્રમભાઇ સાથે ચાલકે ઝઘડો કરી હાથાપાઇ કરી પાટા મારી વિખોડિયા ભરી લીધા હતા. અને તમારા બધાના પટ્ટા-ટોપી ઉતરાવી દઇશ, તમે મને ઓળખતા નથી હું કોણ છું, તમને બધાને જોઇ લઇશની ધમકી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »