પર્યાવરણ ગ્રુપ સાળંગપરડા દ્વારા રાહત દરે કુંડા અને માળાનું વિતરણ

પર્યાવરણ ગ્રુપ સાળંગપરડા દ્વારા રાહત દરે કુંડા અને માળાનું વિતરણ


પર્યાવરણ ગ્રુપ સાળંગપરડા દ્વારા રાહત દરે કુંડા અને માળાનું વિતરણ

સાળંગપરડા પ્રાથમિક શાળાના પર્યાવરણ ગ્રુપ દ્વારા ઉનાળામાં પક્ષીઓ માટે ખાસ જરૂરિયાત એવા પક્ષીના માળા તેમજ પાણીના કુંડાનું રાહત દરે વિતરણ કરવામાં આવેલ હતું.આ પર્યાવરણ ટીમ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે ત્યારે વર્તમાન સમયે પર્યાવરણ જાગૃતિ માટે ગામોગામ આવી ટીમ બને તે જરૂરી છે,તે ધ્યાને લઈ પર્યાવરણ બાબતે જાગૃતતા લાવવા માટે સાળંગપરડા પ્રાથમિક શાળાના બાળકોના પર્યાવરણ ગ્રુપ દ્વારા આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે.આ કાર્યક્રમને સફળ બનાવવા પર્યાવરણ ગ્રુપના શિક્ષક મિત્રો ચંદુભાઈ ધારાણી અને રમેશભાઈ બાવળિયાના માર્ગદર્શન નીચે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »