જામનગરના નજીકના નાઘેડી ગામે વાડીમાં સંતાડેલ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
જામનગરના નજીકના નાઘેડી ગામે વાડીમાં સંતાડેલ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
જામનગરમાં પોલીસના સબ સલામતીના દાવા વચ્ચે પણ દારૂનું દુષણ ખૂબ વકરી રહ્યું છે. દિવસેને દિવસે દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે ત્યારે ગઈકાલે જામનગરના નજીકના નાઘેડી ગામે વાડીમાં સંતાડેલી ઈંગ્લીશ દારૂની નાની મોટી 144 બોટલ અને 120 બિયરના ટીનનો જથ્થો ઝડપાયો હતો. જામનગર તાલુકાના નાઘેડી ગામે એક વાડી ના મકાનમાં દારૂ સંતાડી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જોકે આ દરમિયાન આરોપી હાજર ન મળતા અનેક સવાલો ઉઠ્યા છે.
આ મામલે જાણવા મળતી વિગત અનુસાર જામનગર તાલુકાના નાઘેડી ગામે રહેતો મુન્નાભાઈ મારવાડી નામનો શખ્સ પોતાના ઘરમાં દારૂનો જથ્થો સંગ્રહ કરી અને ત્યારબાદ તેનું ખાનગીમાં વેચાણ કરતો હોવાની પોલીસને કારણે વાત પડી હતી. જેના આધારે પંચકોષી બી ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક બાતમી સ્થળે દોડી ગયો હતો. જ્યાં તપાસ હાથ ધરતા રૂા. ૯૬૦૦ની કિંમતની ઈંગ્લીશ દારૂની ર૪ બોટલ તેમજ રૂા. ર૪ હજારની કિંમતના ૧ર૦ ઈંગ્લીશ દારૂના ચપલા મળી આવ્યા હતા. આ ઉપરાંત ૧૨૦ નંગ બિયરના ટીન અને ત્રણસો લીટર દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો.આથી પોલીસે નાની મોટી કુલ ૧૪૪ બોટલ કબ્જે કરી હતી. ઉપરાંત ૧૨૦ નંગ બિયર ના ટીન અને દેશી દારૂ પણ કબજે કર્યો હતો.જ્યારે આરોપી મુન્ના મારવાડી મકાનમાં હાજર મળી આવેલ ન હોય, જેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.