નાનામવા સર્કલ પાસે શ્રીરામ મસાલામાં 25 સ્ટોલમાં ચેકિંગ, 12 નમૂના લેવાયા
હળદર, ધાણા, રાઇ, મેથી, રાજમા સહિતની જણસોના નમૂના લેબમાં મોકલાયા રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાનું શહેરમાં સર્વેલન્સ ચેકિંગ
મસાલાની સિઝન લગભગ સવા માસથી શરૂ થઇ ગઇ છે ત્યારે હવે રહી રહીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા મસાલાની સિઝનને અનુલક્ષીને સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તેના અનુસંધાને 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે આવેલ શ્રીરામ મસાલા માર્કેટમાં 25 સ્ટોલનું ચેકિંગ કરાયું હતું અને 6 સ્ટોલમાંથી 12 જેટલા જ નમૂના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
