કચ્છના અંજારમાં ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા-૨૦૨૪ ના ભાગરૂપે તેમ જ સ્વચ્છ ભારત મિશન ના ૧૦ માં વર્ષની ઉજવણી કરવામા આવી - At This Time

કચ્છના અંજારમાં ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા-૨૦૨૪ ના ભાગરૂપે તેમ જ સ્વચ્છ ભારત મિશન ના ૧૦ માં વર્ષની ઉજવણી કરવામા આવી


*પ્રેસ નોટ*
અંજાર: કચ્છના અંજારમાં ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા-૨૦૨૪ ના ભાગરૂપે તેમ જ સ્વચ્છ ભારત મિશન ના ૧૦ માં વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ થી તા.૨ ઓક્ટોબર ૨૦૨૪ સુધી "સ્વચ્છતા પખવાડિયું"ઉજવવાનું હોય તેના ભાગરૂપે અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે. તે સંદર્ભે જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવાનો કાર્યક્રમ અંજાર એસ.ટી. બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનની સફાઈ કરી ઉજવવામાં આવ્યો હતો. આ બંને સ્થળોની સંપૂર્ણ સફાઈ કરાવવામા આવી હતી.
જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી ભરતભાઈ શાહ, મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુધ્ધભટ્ટી, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા, એસટી ડેપો મેનેજર શ્રી એચ. આર. શામળા, પૂર્વ પ્રમુખ શ્રીમતી લિલાવંતીબેન પ્રજાપતિ, કાઉન્સિલર શ્રી અમરીશભાઈ કંદોઈ, ભાજપના કિંજલભાઈ બુદ્ધભટ્ટી , જીગરદાનભાઈ ગઢવી, વિશાલભાઈ પંડ્યા, પૂજાબેન બારમેડા, નઝમાબેન બાયડ, મંજુલાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણી, ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા, ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુધ્ધભટ્ટી, કારોબારી સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠીયા, શાશક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઈ ચોટારા ની સુચના અનુસાર આ બન્ને સ્થળોનીની સંપૂર્ણ સફાઈની કામગીરી ઓફિસ સુપ્રીટેન્ડન્ટ શ્રી ખીમજીભાઇ પાલુભાઈ સિંધવની દેખરેખ હેઠળ જીતેન્દ્રભાઈ જોશી, તેજપાલ ભાઈ લોચાણી, શ્રી શ્રી વિનોદભાઈ શામળીયા અને જાહેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.