પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સર્જાયો પૂર્વ થી પશ્ચિમનો સંગમ* - *જિલ્લા કલેક્ટરશ્રીએ પૂર્વના કલાકારો સાથે ધ્વજાપૂજા કરી* - At This Time

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સર્જાયો પૂર્વ થી પશ્ચિમનો સંગમ* ——— *જિલ્લા કલેક્ટરશ્રીએ પૂર્વના કલાકારો સાથે ધ્વજાપૂજા કરી*


*પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સર્જાયો પૂર્વ થી પશ્ચિમનો સંગમ*
---------
*જિલ્લા કલેક્ટરશ્રીએ પૂર્વના કલાકારો સાથે ધ્વજાપૂજા કરી*
--------
માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મિણીના લગ્નના પરંપરાગત અવસરની પ્રિ-ઇવેન્ટમાં ઉજવણીના ભાગરૂપે પૂર્વ ભારતના કલાકારો સોમનાથના આંગણે પધાર્યા છે.

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે સવારે પ્રિ-ઇવેન્ટના ભાગરૂપે પધારેલ ૪૦૦ કલાકારો સાથે આજે ધ્વજાપૂજા કરી હતી.

સોમનાથના આંગણે આ અવસરને લઈને અનેરો ઉલ્લાસ ફેલાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આ સાથે પૂર્વ થી પશ્ચિમનો સંગમ સર્જાયો છે.

ઉલ્લેખનીય છે કે આજે સાંજે ૭-૦૦ કલાકે સોમનાથ મંદિર પાસે આવેલી ચોપાટી ખાતે ૪૦૦ કલાકારો દ્વારા રંગારંગ સંસ્કૃતિ રજૂ કરવામાં આવનાર છે.
----------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image