રણમાફિયાઓ સામે નૅશનલ ગ્રીન ટ્રીબ્યુનલની લાલ આંખ, સમિતિની રચના કરી તપાસ કરવા આદેશ. - At This Time

રણમાફિયાઓ સામે નૅશનલ ગ્રીન ટ્રીબ્યુનલની લાલ આંખ, સમિતિની રચના કરી તપાસ કરવા આદેશ.


બનાસકાંઠા અને પાટણના રણમાં ગેરકાયદે વધી રહેલા અતિક્રમણને લઈ એક જાગૃત અરજદારે N.G.T નેશનલ ગ્રીન ટ્રીયબ્યુનલમાં 170 જેટલા પેજમાં દસ્તાવેજો સાથે અરજી દાખલ કરી હતી,
જેમાં જણાવાયું હતું કે કરછના નાના અને મોટા રણમાં રણમાફિયાઓ દ્વારા સરકારશ્રીની માલિકીની ૨૦ થી ૨૫ હજાર એકર જમીનમાં બિનઅધિકૃત કબજાઓ કરી રણમાં ગેરકાયદે મીઠાના ખાડાઓ અને બોરવેલ ખોદવામાં આવ્યા છે.આ અતિક્રમણકારો મીઠાનો ગેરકાયદેસર ધંધો કરે છે અને આ પ્રક્રિયામાં તેઓએ માટીના પાળા બાંધીને લુણી નદીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો કર્યો છે.
બનાસકાંઠા અને પાટણ જિલ્લાના રણ વિસ્તારોમાં વોકડા તરીકે ઓળખાતો કુદરતી વહેતો પાણીનો પ્રવાહ જે પૂર્વથી પશ્ચિમ તરફ વહેતો હતો. જે અતિક્રમણકારો દ્વારા અવરોધિત કરવામાં આવ્યો છે તે નદીનું પાણી પાટણ જિલ્લાના સિધાડા અને છાણસરા ડેમ માટે પ્રાથમિક જળ સ્ત્રોત છે, જે આ વિસ્તારમાં રહેતા વન્યજીવો અને ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.અતિક્રમણ થવાથી અને પાણીનો પ્રવાહ રોકાવાથી ભવિષ્યમાં લાખો નિર્દોષ લોકોનો જીવ જોખમાય તેવી સ્થિતિ નું નિર્માણ થઈ શકે,સરકાર ની તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન થાય, માનવ સર્જિત હોનારતો થાય, ખેડૂતો ની લાખો હેક્ટર ફળદ્રુપ જમીનો બિન ઉપયોગી થઈ જાય, પ્રાણીઓનું ચરિયાણ ખતમ થઈ જાય. સુકાભઠ રણ વિસ્તારની જીવાદોરી સમાન મોટા હેવી બે પાણીના ડેમની આવક બંધ થઈ જાય, વગેરે સમસ્યાઓ ઉદ્દભવી રહી છે, તેમજ રાષ્ટ્રીય સુરક્ષા જોખમાઇ શકે, પ્રવેશ માટે પ્રતિબંધીત સરકારી જમીનમાંથી કિંમતી ખનીજ તત્વો ચોરી લેવામાં આવે તો તે આ જવાબદારી કોની ? તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને લઈ બનાસકાંઠા અને પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કલમ 144 મૂજબ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું, તેનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે, શિકારીઓ ખુલ્લેઆમ બંદૂકની ગોળી મારી વન્યજીવનો શિકાર કરી જાય છે,હાલમાં પ્રત્યક્ષ કબજો ધરાવનાર અને રણમાફિયાઓથી મિલાપીપણું કરીને સરકારની જમીન બારોબાર વેચવાની પ્રવૃત્તિમાં પોતાના હોદ્દાનો દુરુપયોગ અને પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર તમામ કર્મચારીઓની ઓળખ કરી તેમના વિરુદ્ધ લૅન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 મુજબ કાર્યવાહી કરવા,અને સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલ માટીના પાળા દુર કરી કુદરતી પ્રવાહોને ખુલ્લા કરવામાં આવે તો જળ પ્રલય સામે રક્ષણ મેળવી શકાય,અન્યથા પાંચ પચ્ચીસ માફીયાઓને બચાવવાના ચક્કરમાં આવનાર ચોમાસાની સિઝન માં મોટું નુકસાન થવાની સંભાવનાઓ ને નકારી શકાય નહી. તેવી અનેક રજુઆત સાથે અરજદારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પુણેમાં અરજી દાખલ કરી હતી જે અરજીની હક્કીકતો ધ્યાને લઈ રણમાં વધતા અતિક્રમણના વિષયની ગંભીરતા સમજી N.G.Tએ જી.પી.સી.બી ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી સ્થળ તપાસ માટે અરજદારને લેખીતમાં જાણ કરી 30 દિવસમાં એન.જી.ટી ને રીપોર્ટ આપવા જણાવ્યું હતું.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image