સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ


શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં આજે 28મી ફેબ્રુઆરી ભારતીય વૈજ્ઞાનિક ડૉ.સી. વી.રામનની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી વિદ્યાર્થી ભાઈઓ, બહેનો દ્વારા વિજ્ઞાનના પ્રયોગો બનાવીને ઉત્સાહભેર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી કાર્યક્રમનું સંચાલન ધર્મિષ્ઠાદીદી,પારુલદીદી, સોનાદીદી દ્વારા કરવામાં આવ્યું રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ શા માટે ઉજવવો જોઈએ?તે માર્ગદર્શન પારુલદીદી તથા શ્રી હસમુખગુરુજી દ્વારા આપવામાં આવ્યું બાળકો એ જ્વાળામુખી, ટપક સિંચાઈ પદ્ધતિ,સૂર્યમંડળ, પવનચક્કી,હોડી,વિજ્ઞાન ટેકનોલોજીનું ઘર જેવા પ્રયોગો બનાવીને દરેક બાળકો તથા દીદી,ગુરુજીને પ્રયોગો વિસ્તૃત માહિતી સહિત પ્રયોગો પ્રત્યક્ષ રજૂ કરવામાં આવ્યા તેમજ ફોટોગ્રાફી,વિડિયોનું કાર્ય ઋત્વીદીદી દ્વારા કરવામાં આવ્યું રાષ્ટ્રીયવિજ્ઞાન દિવસને પ્રધાનાચાર્ય શ્રીહસમુખગુરુજીતથા સહપ્રધાનાચાર્ય શ્રીરાજેન્દ્ર ગુરુજી તથા શ્રી સરસ્વતી વિદ્યામંદિર થાનગઢ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો. રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon