લીલીયા મોટા સરકારી વિનયન અને વાણિજ્ય કોલજ માં નવી સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ 2025″ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
લીલીયા મોટા સરકારી વિનયન અને વાણિજ્ય કોલજ માં ઉદ્દીશા પ્રકલ્પ અને જ્ઞાનધારા અંતર્ગત નવી સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ 2025 વિષય પર તા. 27-01-2025 ના રોજ એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. કોલેજના વિદ્યાર્થીઓને gpscની પરીક્ષાની ઊંડાણ પૂર્વકની માહિતી મળી શકે તથા તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા પ્રેરિત થાય તેવા ઉમદા હેતુ થી કોલેજના આચાર્ય ડો. રાજેન્દ્રસિંહ એ. રાઠોડ (GES-1) ના નેતૃત્વમાં ડો. મહેશ એસ. ગાઢિયા (GES -2) તથા ડો. ભરત.વી.ખેની (GES-2) દ્વારા આ વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ હતું.કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્યશ્રી ડો. રાજેન્દ્રસિંહ.એ.રાઠોડ (GES-1) વિદ્યાર્થીઓને પોતાના અનુભવ અને વ્યાવહારિક પરીક્ષા લક્ષી અને જીવન લક્ષી માર્ગદર્શન પાઠવેલ હતું. ત્યારબાદ લીલીયા મામલતદાર કે.બી. સાંગણી એ અનુભવાત્મક માર્ગદર્શન પાઠવેલ હતું. ત્યારબાદ મીનાક્ષીબેન રાઠોડ સી.ડી.પી.ઓ.-લીલીયા તથા ડો.સિદ્ધપુરા મેડિકલ ઓફિસર-લીલીયા તથા કે.જે.આચાર્ય ટી.ડી.ઓ -લીલીયા એ માર્ગદર્શન આપેલ હતું. ત્યારબાદ ડો. મહેશ એસ. ગાઢિયા(GES-2) તથા ડો. શબીરભાઈ એ. પરમાર (GES-2) તથા પ્રા.સુભાષ એ.ઓડેદરા (GES-2) સાહેબશ્રીઓ એ GPSC પરીક્ષા વિશે વિદ્યાર્થી ઓને ઊંડાણ પૂર્વકનું માર્ગર્શન આપેલ હતું બહોળી સંખ્યામાં વિદ્યારથીઓએ કાર્યક્રમનો લાભ લીધેલ હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. ભરત એ. ખેની (GES-2) દ્વારા કરવામાં આવેલ હતું. ડો. પ્રકાશ પી. પરમાર(GES-2) દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના તમામ કર્મચારી શ્રીઓ એ મહત્વની જવાબદારી નિભાવી હતી. આમ કાર્યક્રમ ખુબજ સરસ અને સુંદર રીતે સફળ થયો તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
