રાજકોટ-ગોંડલ આશાપુરા મંદિરમાં સોના-ચાંદીના છત્તર તથા રોકડની લુંટનો ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૧૮/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ લુંટ, ધરફોડ ચોરી, ચીલઝડપ, વાહન ચોરી, છેતરપીંડી વગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ અવાર-નવાર સુચના કરેલ હોય, DCB પોલીસ એમ.જે.હુણ તથા ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન ASI વાલાભાઇ ડાભી, અમીત અગ્રાવત, નગીનભાઇ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા નાઓને મળેલ હકિકત આધારે ગોંડલમાં આશાપુરા મંદિરમાં થયેલ લુંટના આરોપીને જામનગર રોડ, રૂડા ઓફીસ સામે છે પાસેથી પકડી નીચે મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) કુંવરપાલસિંહ ઉર્ફે કપ્તાનસિંહ સ/ઓ નીરપતસિંહ નાઇક રાજપુત ઉ.૬૦ રહે.સેન્ટ્રલ જેલની પાછળ રૂખડીયાપરા, મુળ.રામનગર ગામ.થાણા (૨) સંજયસિંહ ફુલસિંહ નાઇક રાજપુત રહે.રામનગર ગામ.થાણા (૩) પ્રમોદ ક્રીપાલ બીહારી રહે.બીહાર. બીહારી ત્રણેય ઇસમોએ રાત્રીના એકાદ વાગ્યે મોઢે માસ્ક તથા કપડુ બાંધી ગોંડલ આશાપુરા માતાજી મંદિરના સિકયુરીટી ગાર્ડને રૂમમાં લઇ જઇ ત્યાં સાડીથી ખુરશી સાથે બાંધી રૂમનો દરવાજો બહારથી બંધ કરી લોખંડના સળીયા કાપવાના કટ્ટર થી મંદીરની જાળી કાપી અલગ-અલગ મંદીરો માંથી સોનાના ચાંદલા તથા ચાંદીના છત્તર, ચાંદીની થાળી, ચાંદીના મુંગટ વિગેરે અલગ-અલગ વસ્તુઓ તથા દાન-તોડી રોકડ રૂપીયાની લુંટ કરી નાસી ગયેલ હોવાની કબુલાત આપેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.