સંતરામપુર તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન લીમડી મુખ્ય પ્રા શાળા ખાતે યોજાયો - At This Time

સંતરામપુર તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન લીમડી મુખ્ય પ્રા શાળા ખાતે યોજાયો


જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર અને બી. આર. સી. ભવન સંતરામપુર આયોજિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન લીમડી મુખ્ય પ્રા શાળા ખાતે યોજવામાં આવ્યું. જેમાં તાલુકાની 130 શાળા તેમજ 260 બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો. પ્રદર્શનમાં લીમડી જિ. પં. સદસ્ય, તા. પં. સદસ્ય, ગામના નિવૃત્ત બી કે ની, આચાર્યો, શિક્ષકો, વડીલો, પ્રા શિક્ષક ઘટક સંઘ, પ્રા શૈક્ષિક સંઘ ન હોદ્દેદારો, ડાયટ પ્રાચાર્ય હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોળી પગાર કેન્દ્ર, ઉંબેર પગાર કેન્દ્ર, મોટીરેલ પગાર કેન્દ્ર ની શાળાઓ તરફથી સુંદર સહયોગ ને યોગદાન મળેલ હતું. ટીચર્સ સોસાયટી સંતરામપુર તેમજ પ્રા શિ ઘટક સંઘ તરફથી બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આંબા પ્રા શાળા ના રાજ્ય પારિતોષિક વિજેતા ચંદ્રિકાબેન ખાંટ અને ડોળી પગાર કેન્દ્ર ન તમામ આચાર્ય તેમજ શિક્ષકો તરફથી પણ સુંદર સહયોગ મળેલ હતો. પ્રદર્શન નિહાળવા ડોળી ક્લસ્ટરની વિવિધ શાળામાંથી મોટી સંખ્યામાં બાળકો તેમજ શિક્ષકો હાજર રહ્યા. હાજર રહેલ તમામ મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત સંતરામપુર ટી પી ઈ ઓ દ્વારા કરવામાં આવ્યું. તેમજ કાર્યક્રમ ની આભારવિધિ સંતરામપુર બી. આર. સી. કો. ઓ. ઘનશ્યામભાઈ યાદવ દ્વારા કરવામાં આવી હતી. યજમાન શાળાના આચાર્ય-શિક્ષકો તથા બાળકો માં ખુબ ઉત્સાહ જોવા મળેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન સી. આર. સી. કો. ઓ. કલ્પેશભાઈ પુંવાર દ્વારા કરવામાં આવ્યું હતું.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.