ધંધુકામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. - At This Time

ધંધુકામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.


ધંધુકામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024-25 અંતર્ગત ધંધુકા તાલુકાની સરકારી પ્રાથમિક ,સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 26 જૂનથી ધંધુકામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. પુનિત નગર ,અણીયાળીભીમજી,મોરસિયા,સરવાળ,ઝાંઝરકા,છારોડીયા,મોટા ત્રાડીયા,નાના ત્રાડીયા, બાજરડા, ઊંચડી, પીપળ, પરબડી, મોર્ડન હાઈસ્કૂલ ,ડી.એ. વિદ્યામંદિર શાળાઓમાં વિધાર્થીઓએ ઉત્સાહભેર પ્રવેશ મેળવ્યો.પ્રવેશાર્રથી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા પદાધિકારી -અધિકારીઓ શાળાઓમાં ઉપસ્થિત રહ્યા હતા. ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી,જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન શ્રી ગોહિલ સુરજીતસિંહ ગોહિલ,ધંધુકા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઇ ચૌહાણ,ચંદ્રસિંહ ચુડાસમા,શિક્ષણ સમિતિ અમદાવાદ જી.સભ્ય વિજયસિંહ બારડ તેમજ અન્ય પદાધિકારીઓ જોડાયા હતા. સાથોસાથ સરકાર શ્રી દ્વારા નિયુક્ત અધિકારી IFS મુકેશભાઈ પરમાર,ધંધુકા પ્રાંત અધિકારી પી.બી કુંભાણી,ચીફ ઓફિસર બ્રીજરાજસિંહ વાળા,સીડીપીઓ કિકાની,ધંધુકા ટી.ડી.ઓ.શ્રી ભુવાત્રા જોડાયા હતા.ધંધુકા તાલુકાની કુલ 23 શાળાઓમાં બાલવાટિકા,ધોરણ 1,9 અને ધોરણ 11 માં 2600 ઉપરાંત વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવો હતો. પ્રવેશાર્થી વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા શાળાઓમાં 29 પ્રકારના જુદા જુદા સાહિત્ય અને કીટનું વિતરણ નિદર્શન કરવામાં આવ્યું હતું. નમો લક્ષ્મી,નમો સરસ્વતી ,જ્ઞાન સેતુ,જ્ઞાન સાધના યોજનાઓ સંદર્ભે જાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા.તેમજ કેટલીક શાળાઓમાં નવા ઓરડાઓનું લોકાર્પણ,સ્માર્ટ બોર્ડ,સ્માર્ટ કોમ્યુટર લેબના લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરાયા હતા.દાતાઓ દ્વારા નાના નાના ભૂલકાઓને નોટબુક, યુનિફોર્મ, બુટ મોજા,લંચબોક્સ વગેરે વસ્તુઓનું વિતરણ કરાયું હતું તેમજ 46000 રૂપિયા જેટલું દાન શાળાઓને મળેલ.ધંધુકા તાલુકાના પ્રવેશોત્સવના કાર્યક્રમનું સુચારુ સંકલન ડી.પી.ઇ.ઓ.ગૌરાંગ વ્યાસના માર્ગદર્શનમાં ડૉ. રઘુવીરસિંહ ચુડાસમા અને ટીમ બીઆરસી કચેરી ધંધુકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.