ધ્રાંગધ્રા બેઠક પર ભાજપના ઉમેદવારની ભવ્ય જીત બાદ વિજય સરઘસ. - At This Time

ધ્રાંગધ્રા બેઠક પર ભાજપના ઉમેદવારની ભવ્ય જીત બાદ વિજય સરઘસ.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા બેઠક પર ગુરુવારે વિધાનસભા ચુટણીની મતગણતરી શરુ થતા જ પ્રથમ ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ગુંજારીયાને દ્વારા ૨૨૩૦ની લીડથી આગળ વધીને ખાતુ ખોલાવ્યું હતુ. પરંતુ ત્યાર બાદ ધ્રાંગધ્રા શહેરની મત ગણતરી શરુ થતા જ ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા સ્પીડ પકડી હતી અને કોગ્રેસના ઉમેદવારને સાઇડ કાપી આગળ વધ્યા હતા. કુલ ૨૪ રાઉન્ડમાં મતગણતરી દરમિયાન પ્રથમ ૧૫ રાઉન્ડમાં જ ભાજપ ના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા દ્વારા ૨૫૯૩૮ની જંગી લીડ મેળવી હતી જ્યારે ૧૫ રાઉન્ડની પુણઁ થયા બાદ જ કોગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ઠાકોર પોતાની હાર સ્વીકારી લીધી હતી આ તરફ ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા તમામ રાઉન્ડના અંતે ૩૨હજાર કરતા પણ વધુની લીડથી વિજય થતા પેટા ચૂંટણીનો રેકોડઁ તોડી તમામ સમઁથકો તથા કાયઁકરોનો આભાર વ્યક્ત કરી પોતાના કાફલા સાથે મતવિસ્તાર તરફ વિજય સરઘસમાં હાજરી આપી હતી જ્યારે મોટી સંખ્યામા પ્રકાશભાઇ વરમોરાના સમઁથકો સાથે ધ્રાંગધ્રા તથા હળવદ તાલુકામા નિકળી પોતાના મતદારોને પણ આભાર વ્યક્ત કયોઁ હતો.

● ધ્રાંગધ્રા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા દ્વારા અત્યાર સુધીમાં ઐતિહાસીક લીડથી જીત મેળવેલ પરશોતમ સાબરીયાનો પણ રેકોડઁ તોડી આગળ વધી ગયા હતા.
(અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon