માળીયા હાટીના ગ્રામ પંચાયત સરપંચ તેમજ તેમજ સભ્યોએ કરી લાલ આંખ - At This Time

માળીયા હાટીના ગ્રામ પંચાયત સરપંચ તેમજ તેમજ સભ્યોએ કરી લાલ આંખ


આરોગ્ય વિભાગ અધિકરીઓની બેદકારી આવી સામે જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક યોગ્ય પગલા ભરે તેવી પ્રજાની માંગ

સૂત્રોના અહેવાલથી કોઈ એક આશા વર્કર બહેનના ઘરમાંથી બેફામ પાણી બહાર કાઢી આરોગ્ય સાથે ચેડા કરવાનું થઈ રહ્યું છે

શુ આરોગ્ય વિભાગ આશા વર્કર બેનને છવારશે કે તેની સામે યોગ્યત્મક શિક્ષાત્મક પગલાં લેશે તેતો હવે આગામી દિવસોમાં ખબર પડશે

ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે અને આરોગ્ય વિભાગ મેલેરિયા, ડેન્ગ્યુથી સહિત પાણી જન્ય રોગો થી બચવા માટે મોટી મોટી વાતો અને જાહેરાતો કરે છે હાલ માળીયા હાટીનામાં જસાપરા વિસ્તારમાં રસ્તા પર પાણી નીકળતા જનતામાં હોબાળો થયો હતો. હાલ આવિસ્તારમાં ખુબજ પાણીની ગંદકી જોવા મળી હતી. હાલ આવિસ્તારમાં ખુબજ મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે જેથી ડેન્ગ્યુ , મેલેરિયા, સહિત પાણી જન્ય રોગો થવાનો મોટો ભય લાગી રહ્યો આના માટે જવાબદાર તંત્ર કોણ? એક બાજુ આશા વર્કરો બહેનો દ્વારા ઘરે ઘરે ઘરે જઈ ગંદકી ના કરવી તેવી સામાન્ય જનતાને સલાહ આપે છે બીજી તરફ આશા વર્કર બહેનના ઘરેથી બેફામ પાણી બહાર કાઢી ગંદકી ફેલાવે છે. બીજી તરફ જસાપરા વિસ્તારના રહેવાસીઓ એ માળીયા હાટીના ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરતા માળીયા હાટીના સરપંચે તાત્કાલિક માળીયા હાટીના તલાટી મંત્રીને સૂચના આપવામાં આવી કે પંચ રોજકામ કરી નળ વપરાશ કનેશન રદ કરવાનું આકરું શિક્ષાત્મક પગલા ભરતા સમગ્ર માળીયા હાટીના પંથક માં હાહાકાર મચી ગયો અંતમાં જીતુભાઇ સરપંચે જણાવ્યું કે માળીયા હાટીના ગામ માં કોઈ પણ વ્યક્તિ પાણી રસ્તા પર ઢોળવા માં આવશે કે કોઈ પણ પ્રકારની ગંદકી કરવામાં આવશે તેની સામે યોગ્યત્મક પગલાં ભરવામાં આવશે આમ માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા તેમજ સભ્યોએ લાલ આંખ કરી છે

બાઈટ જીતુભાઇ સીસોદીયા
સરપંચ માળીયા હાટીના

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.