મહુવાના બીલડી ગામે સરકારી જમીન પરદબાણ મુદ્દે હાઈકોર્ટે નોટિસ ફટકારી - At This Time

મહુવાના બીલડી ગામે સરકારી જમીન પરદબાણ મુદ્દે હાઈકોર્ટે નોટિસ ફટકારી


મહુવાના બીલડી ગામે સરકારી જમીન પરદબાણ મુદ્દે હાઈકોર્ટે નોટિસ ફટકારી

મહુવા તાલુકાના બીલડી ગામે સરકારી પડતર જમીન ઉપર થયેલા દબાણો હટાવવાના મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ થતાં હાઈકોર્ટે સબંધિત સરકારી વહીવટી તંત્રને નોટિસ ફટકારી સોગંદનામા ઉપર જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે

આ અંગે હાઈકોર્ટના એડવોકેટ પ્રશાંત વી. ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મહુવાના બીલડી ગામે સરકારી પડતર જમીન ઉપરના દબાણ હટાવવા માટે વર્ષ-૨૦૨૪માં હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી જેમાં ભાવનગર કલેક્ટર દ્વારા આ દબાણો ચાર અઠવાડિયામાં દૂર કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ દબાણ હટાવવાનું કાર્ય માત્ર કાગળ ઉપર જ થયું હોય તેમ સરકારી પડતર જમીન ઉપરના દબાણની જગ્યાએ બીજી જગ્યાને ખુલ્લી કરી દબાણ દૂર કર્યાનો દેખાડો કરાયો હતો. જેથી આ બાબતની ફરિયાદ બીલડી સાર્દુળભાઈ ચીથરભાઈ બાંભણિયાએ તેમના વકીલ પ્રશાંત ચાવડાને રોકી હાઈકોર્ટમાં કરી હતી. જેની સુનાવણી તા. ૨૪-૧ના રોજચાલતા હાઈકોર્ટ સમક્ષ તમામપુરાવા આવ્યા હાઈકોર્ટે અધિકારીઓની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને ભાવનગર કલેક્ટર, ડીડીઓ, મહુવા ટીડીઓ, મહુવા મામલતદાર, બીલડીના તલાટી મંત્રીને નોટિસ ફટકારી મહુવા ટીડીઓને સોગંદનામા પર જવાબ રજૂ કરવાનો હુકમ કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image