સમગ્ર ગુજરાતમાં નવજાત દીકરીને જમીનમાં દાટ્યા બાદ જીવીલ હાલતમાં મળી આવી હોય તેવો પ્રથમ બનાવ સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલ - At This Time

સમગ્ર ગુજરાતમાં નવજાત દીકરીને જમીનમાં દાટ્યા બાદ જીવીલ હાલતમાં મળી આવી હોય તેવો પ્રથમ બનાવ સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલ


સાબરકાંઠા.

સમગ્ર ગુજરાતમાં નવજાત દીકરીને જમીનમાં દાટ્યા બાદ જીવીલ હાલતમાં મળી આવી હોય તેવો પ્રથમ બનાવ સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા ગાંભોઈ પાસે સામે આવ્યો હતો જેમાં અંદાજિત સાત માસની અધૂરા માસે જન્મેલી દીકરી ને તેના માતા પિતા દ્વારા જ જમીન માં દાટી દેવાઈ હતી જોકે સ્થાનિક કક્ષાએ કામ કરતાં ખેત મજૂરો દ્વારા નજીકની જીઈબી ઓફિસની જાણ કરાતા તેમને જીવિત દીકરીને જમીનમાંથી બહાર લાવી 108 ને જાણ કરતા તાત્કાલિક ધોરણે નવજાત દીકરીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરાઈ હતી જ્યાં સાબરકાંઠા જિલ્લા આરોગ્ય ટીમ સહિત વહીવટી તંત્ર પણ દીકરીને બચાવવા માટે તનતોડ પ્રયાસ કરતું નજરે આવી હતું જો કે આ મામલે રાજ્ય સરકાર દ્વારા પણ નવજાત બાળકોના સ્પેશિયાલિસ્ટને તાત્કાલિક ધોરણે વડનગર થી સાબરકાંઠા શિફ્ટ કરવામાં આવ્યા હતા સાથે સાથે છેલ્લા ચાર દિવસમાં દીકરીની તબિયતમાં પણ સુધારો થયો હતો તેમ જ તેના વજનમાં પણ વધારો થયો હતો જોકે ગતરાત્રિ દરમિયાન અચાનક દીકરીની હાલત વધારે લથડી હતી જોકે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સહિત આરોગ્ય વિભાગ અને સ્પેશિયાલિસ્ટો દ્વારા જરૂરિયાત તમામ સારવાર પૂરી પાડવાનો પ્રયત્ન કરાયો હોવા છતાં ઉપરાઉપરી દીકરીને હાર્ટએટકાવતા તેનો આજે સવારે ચાર-પચાસ કલાકે મોત થયું છે જેના પગલે સાબરકાંઠા જિલ્લા કલેકટર સહિત જિલ્લા પોલીસ વડા સિવિલ હોસ્પિટલ પહોંચી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ વાલી વારસો ને સુપરત કર્યો છે.

જોકે સામાન્ય રીતે સમગ્ર ગુજરાતમાં જે પ્રકારનો બનાવ સામે આવ્યો છે તે કદાચ પ્રથમ એવો બનાવશે કે જીવથી દીકરીને દફનાવ્યા બાદ પણ દીકરી જીવિત મળી આવી હોય ત્યારે માંગે 108 દ્વારા દીકરીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા બાદ સ્થાનિક ગાંભોઈ પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવી હતી જેના પગલે પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે એક્શન માં આવી આવી ઘટના માટે જવાબદાર સુધી પહોંચવા મારે જહેમત ઉઠાવી હતી જો કે ગણતરીના કલાકોમાં દફન કરનારા આરોપીઓ સુધી પહોંચવા તંત્ર એ વિવિધ ટીમો બનાવી હતી તેમજ પોલીસે ગણતરી ના કલાકો માં આવા કૃત્ય પાછળ જવાબદાર તેના માતા પિતાની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાથોસાથ હત્યાના પ્રયાસ જેવી કલમો અંતર્ગત તેના પિતાને જેલમાં ધકેલવામાં આવ્યા છે જોકે માતા હજુ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે આજે દીકરીનું મોત થતા આગામી સમયમાં આ મામલે વધુ તપાસ હાથ ધરાયા બાદ 302 જેવી હત્યાની કલમ પણ ઉમેરાય તેવા પોલીસે સંકેત આપ્યા છે.

જો કે આગામી સમયમાં નવજાત દીકરીના મોત મામલે કેવી પરિસ્થિતિ નિર્માણ પામે છે તે પણ મહત્વનું બની રહેશે

રીપોટર રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon