જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગઝલ અને કાવ્ય લેખન સ્પર્ધામાં દિયોલી હાઇસ્કુલ ના બાળકોએ શાળાનું નામ રોશન કર્યું - At This Time

જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગઝલ અને કાવ્ય લેખન સ્પર્ધામાં દિયોલી હાઇસ્કુલ ના બાળકોએ શાળાનું નામ રોશન કર્યું


જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગઝલ અને કાવ્ય લેખન સ્પર્ધામાં દિયોલી હાઈસ્કુલનું નામ ગુંજતું થયું.

રમત ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ , ગાંધીનગર, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ ને રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા આયોજીત જિલ્લાકક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા સી.જે હાઈસ્કૂલ, વડાલી ખાતે તારીખ ૩/૨/૨૦૨૫ને સોમવારના રોજ યોજાયો. જેમાં શ્રીમતી એમ. જે. મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલી, (ઈડર) માંથી ગઝલ લેખન સ્પર્ધામાં વિભાગ-અ ( ૧૫ થી ૨૦) માં શાળાની વિદ્યાર્થીનીઓ ઝલક હર્ષદભાઈ ચૌધરી (પ્રથમ), દેસાઈ નૂતન સુખાભાઈ(તૃતીય) તથા દિયોલી શાળાની વિદ્યાર્થી ને હાલ કે. એમ. પટેલ વિદ્યામંદિર, ઈડરમાં અભ્યાસ કરતી સૃષ્ટિ મહેશભાઈ પંચાલ(દ્વિતીય) તથા કાવ્ય લેખન સ્પર્ધામાં પૂજા પ્રહલાદભાઈ ચૌધરી( દ્વિતીય) તેમજ *ગઝલ શાયરી લેખન વિભાગ ૨૧ થી ૫૯માં શાળાના ઈન્ચાર્જ આચાર્ય સંદીપકુમાર રામભાઇ પટેલ"કસક" પ્રથમ નંબર પ્રાપ્ત કરી ને શાળા, દિયોલી ગામ ઈડર તાલુકાનું નામ સમગ્ર જિલ્લા કક્ષાએ ગુંજતું કર્યું હતું. સાથે તાલુકા કક્ષાએ વકૃત્વસ્પર્ધામાં પ્રથમ આવનાર વિદ્યાર્થિની પટેલ વેદિશા ભરતભાઈ, તથા ગઝલ લેખનમાં ચૌધરી દૃષ્ટિ અશોકભાઈ, ચૌધરી દામિની ભરતભાઈ અને થુરી ક્રિશ કુમાર અરવિંદભાઈએ સર્જનાત્મક કારીગરીમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓ ને ઈ.આચાર્યશ્રીની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અભિનંદન આપ્યાં હતાં સાથે આગામી દિવસોમાં નાની કડી મહેસાણા મુકામે યોજાનાર સ્પર્ધામાં પ્રદેશકક્ષાએ ભાગ લઈ શાળાનું નામ પ્રેદેશ તથા રાજ્ય કક્ષાએ ગુંજતું કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી.

બ્યુરો રિપોર્ટ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image