અમદાવાદ અને સુરતમાં કાપડ વેપારીઓ છેતરપિંડીના કિસ્સાઓ વધતા કાપડના વેપારીઓમાં ચિંતા, એસોશિએશન ના પ્રમુખે કર્યું પ્રેસ કોન્ફરન્સનું આયોજન. - At This Time

અમદાવાદ અને સુરતમાં કાપડ વેપારીઓ છેતરપિંડીના કિસ્સાઓ વધતા કાપડના વેપારીઓમાં ચિંતા, એસોશિએશન ના પ્રમુખે કર્યું પ્રેસ કોન્ફરન્સનું આયોજન.


અમદાવાદ ઇસ્કોન કોમર્શિયલ કોમ્પલેક્ષ ખાતે ટેક્ષટાઈલ એસોશિએશન ઑફ અમદાવાદ એન્ડ સુરત એસોશિએશન ના પ્રમુખ લોકેશભાઈ લાલવાણી એ તારીખ ૧૪ જુલાઈ ૨૦૨૪ ના રોજ પત્રકારો સાથે સંવાદમાં જણાવ્યું હતું કે અમદાવાદ અને સુરતના સહિત સમગ્ર દેશના તમામ રાજ્યોમાં કાપડ ના વેપારીઓ સાથે લેભાગુ તત્વો દ્વારા ધંધામાં થતી લાખો અને કરોડો રૂપિયાની આર્થિક છેતરપિંડી અને ઉચાપત સાથે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વેપારીઓ ને થતી હેરાનગતિ બાબતે ચિંતા નો વિષય હોય પત્રકારો સાથે ખાસ વાતચીત માં જણાવ્યું હતું,

અમદાવાદ ઇસ્કોન કોમર્શિયલ કોમ્પલેક્ષ ખાતે ટેક્ષટાઈલ એસોશિએશન ઑફ અમદાવાદ એન્ડ સુરત એસોશિએશન ના પ્રમુખ લોકેશભાઈ લાલવાણી એ કેટલાંક અસામાજીક તત્વો કાપડ બજારમાં વેપારી બની અન્ય કાપડના વેપારીઓ સાથે ધંધામાં લાખો અને કરોડો રૂપિયાની છેતરપિંડી અને મોટી ઉચાપત અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા છેતરપિંડી, ઉચાપત ના નોંધાયેલ ગુનાની કામગીરી ઝડપી કરવા અને કાપડના વેપારીઓ સાથે થયેલ ઉચાપત અને છેતરપિંડી ના પડતર કેસની સત્વરે નિષ્પક્ષ કાર્યવાહી કરવાની રજૂઆત મિડિયા કર્મીઓ અને પત્રકારો ના માધ્યમથી ગુજરાત સરકાર, મા.ગૃહમંત્રી હર્ષ સંઘવી, મા.ડી.જી.પી વિકાસ સહાય, સહિત અમદાવાદ શહેર તથા સુરત ના મા.પોલીસ કમીશ્નર અને પોલીસ વિભાગ સુંધી પહોંચાડી
છે,

કાપડ ના વેપારીઓ સાથે થયેલ લાખો અને કરોડો રૂપિયાની ઉચાપત અને છેતરપિંડી ની ઘટનાઓ ઉપર આવનાર સમયમાં કઈ રીતે અંકુશ લાવી શકાય અને આવા પડતર કેસોના ના ઝડપી ન્યાયિક કાર્યવાહી અને નિકાલ કઈ રીતે થાય એ બાબતેમા.ગુજરાત સરકાર, મા.ગૃહમંત્રી હર્ષ સંઘવી, મા.ડી.જી.પી વિકાસ સહાય સહિત ક્રાઇમ બ્રાન્ચ ની ( E.O.W ) આર્થિક ગુના નિવારણ શાખા ના અધિકારીઓ ની સલાહ સૂચનો અને ચર્ચા વિમર્શ પણ આવનારા સમયમાં ટેક્ષટાઈલ એસોશિએશન ઑફ અમદાવાદ એન્ડ સુરત એસોશિએશન ના પ્રમુખ લોકેશભાઈ લાલવાણી સહિત કેટલાક વેપારીઓ કરી યોગ્ય ન્યાયિક મદદ મેળવશે,

આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં વેપારીઓ એસોશિએશન સાથે જોડાઈ એસોશિએશન ના નીતી નિયમો મુજબ વેપારીઓ કામકાજ કરે અને કાપડ બજાર નો કોઈ પણ વેપારી ખોટી રીતે હેરાન પરેશાન ના થાય કે વેપારી સાથે કોઈ મોટી છેતરપિંડી ના થાય એવી એસોશિએશન પ્રમુખે આશા વ્યક્ત કરી હતી,

મોટી રકમ ની ઉચાપત અને અને છેતરપિંડી આચરનાર અને બની બેઠેલા કેટલાક ઢોંગી વેપારીઓ અસલ વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા તત્વો વિરૂદ્ધ ગુજરાત પોલીસ દ્વારા સત્વરે સખત કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ એસોશિએશન પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.