હિંમતનગર ખાતે અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ અંતર્ગત 60 તાલીમાર્થીઓની તાલીમ અપાઈ - At This Time

હિંમતનગર ખાતે અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ અંતર્ગત 60 તાલીમાર્થીઓની તાલીમ અપાઈ


હિંમતનગર ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંતર્ગત ૬૦ તાલીમાર્થીઓને તાલીમ અપાઈ

સાબરકાંઠા જિલ્લામાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા હિંમતનગર તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં હિંમતનગર નગરપાલિકા વિસ્તારના ૬૦ તાલીમાર્થીઓને ઘર આંગણે કિચન ગાર્ડન તથા રોપા ઉછેર કરવાની માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમમાં મદદનીશ બાગાયત નિયામકશ્રી જે. એમ. પટેલ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ, કિચન ગાર્ડનનું મહત્વ અને તેના ફાયદા, કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય તેવા વિવિધ પાકો, તેમાં ઉપયોગી વિવિધ મીડિયા, સાધનો વિશે ખૂબ જ વિસ્તૃતમાં માહિતી આપી હતી. બાગાયત અધિકારીશ્રી વાય. એમ. દેસાઈ દ્વારા "ગ્રો મોર ફ્રુટ ક્રોપ" તથા બાગાયત મદદનીશશ્રી એન. આર. પટેલ દ્વારા કેનિંગ તથા મહિલા વૃતિકા યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ તાલીમમાં ગુજકોમાસોલના ડિરેક્ટરશ્રી મહેશભાઇ પટેલ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.