આમા કેમ ભણશે ગુજરાત.? શિક્ષણ ની ઘટ છે તેવા સમયે લાઠી ટી પી ઓ કચેરી નું કામ ધોઢ વર્ષ થી શાખપુર ના શિક્ષણ ને રોકી ને કરાવાય છે - At This Time

આમા કેમ ભણશે ગુજરાત.? શિક્ષણ ની ઘટ છે તેવા સમયે લાઠી ટી પી ઓ કચેરી નું કામ ધોઢ વર્ષ થી શાખપુર ના શિક્ષણ ને રોકી ને કરાવાય છે


આમા કેમ ભણશે ગુજરાત.? શિક્ષણ ની ઘટ છે તેવા સમયે લાઠી ટી પી ઓ કચેરી નું કામ ધોઢ વર્ષ થી શાખપુર ના શિક્ષણ ને રોકી ને કરાવાય છે

લાઠી તાલુકાના શાખપુર ગામે પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ એક થી પાંચ માં બે શિક્ષકોની ઘટ છે જ્યારે ચેતનભાઇ ભુપતભાઈ સોલંકી શિક્ષક છે તેને તાલુકા અને મામલતદાર કચેરીમાં ટીપીઓ દ્વારા કામગીરીમાં રાખવામાં આવે છે છેલ્લા દોઢ વર્ષથી શાખપુર કુમાર શાળા પ્રાથમિકમાં બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણે ટીપીઓ સાહેબ ની રૂબરૂ મુલાકાત લઈને પણ રજૂઆત કરેલી સત્તા પણ કોઈપણ પ્રકારનો ફેરફાર કરેલ નથી અને આ શિક્ષકને ત્યાં જ કામગીરીમાં રાખવામાં આવે છે તેની રજૂઆત ધારા સભ્ય જનકભાઈ તળાવીયા ને અને શિક્ષણ મંત્રીશ્રીને રજૂઆત કરી છે ખરેખર માનવ અધિકાર પંચ તેમજ બાળ અધિકારનો ભંગ થયેલ હોય જેની રજૂઆત પણ આગામી સમયની અંદર કરાશે તો વહેલી તકે શિક્ષકોની ઘટ પૂરી થાય અને આ સોલંકી ચેતનભાઇ ભુપતભાઈ શિક્ષકને પ્રાથમિક શાળામાં ફરજ ઉપર મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે બાળકો ના બગડેલા શિક્ષણ તેમજ બાળકો ને તેના શિક્ષણના હક થી વંચિત રાખનાર ની ન્યાયિક તપાસ થાય તેમજ જવાબદાર કર્મચારી સામે કાયદેસર ની કાર્યવાહી થાય તેવી આશા રાખીએ છીએ.તેમ સ્થાનિક સરપંચે જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image