ધંધુકાની શ્રી ડી એ ઈંગ્લિશ એકેડેમી દ્વારા ધોરણ 10 અને 12 ના વિધાર્થી નો વિદાય સમારંભ યોજાયો
ધંધુકાની શ્રી ડી એ ઈંગ્લિશ એકેડેમી દ્વારા ધોરણ 10 અને 12 ના વિધાર્થી નો વિદાય સમારંભ યોજાયો
અમદાવાદ જીલ્લા ના ધંધુકાની શ્રી ડી. એ. ઈંગ્લિશ એકેડેમીમાં ધોરણ 10 અને 12 ના વિદાય સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સીપાલ જાગૃતિબેન, બારડ સાહેબ સહિત સમગ્ર શાળાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિદાય સમારોહ દરમિયાન શાળાને વિશેષ રીતે સજાવવામાં આવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે યાદગાર પળો ઊભી કરવા માટે તેમની મીઠી યાદો સાથેનો એક સુંદર વિડિયો પ્રદર્શિત કરવામાં આવ્યો. ઉપરાંત, વિવિધ રમૂજી અને મનોરંજક ગેમ્સની મજા વિદ્યાર્થીઓએ માણી હતી.
વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાના હેતુથી તેમને અલગ-અલગ ટાઇટલ આપવામાં આવ્યા અને વિશેષ ક્રાઉન પહેરાવવામાં આવ્યા. શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ સંસ્મરણો વહેંચતાં ભાવવાહી ભાષણો આપ્યા.
સમારોહના અંતે, શાળાના તમામ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શાળાની તરફથી ભોજન પ્રસંગ અને વિશેષ ભેટ આપવામાં આવી. સાથે જ, સ્મરણસ્થીગ્રુપ ફોટા લીધા અને શાળાના શુભકામનાઓ સાથે તેમને ભાવુક વિદાય આપવામાં આવી.
રીપોર્ટર : સી કે બારડ
મો: 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
