લીલીયા મોટા ક્રેડિક કોં.ના ત્રણ આરોપીઓ ને ચેક રીટર્નના કેસમાં કુલ ₹ 1881807/- ચેક રિટર્ન કેસ ના આરોપી ઓનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ - At This Time

લીલીયા મોટા ક્રેડિક કોં.ના ત્રણ આરોપીઓ ને ચેક રીટર્નના કેસમાં કુલ ₹ 1881807/- ચેક રિટર્ન કેસ ના આરોપી ઓનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ


વિદ્વાન વકીલ હાર્દીક
બી.જોષી ની દલીલો માન્ય રાખી કોર્ટ દ્વારા આરોપી ઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો

લીલીયા મોટા ખાતે આવેલ ક્રેડિટ કોં.ઓ.સોસાયટી.લી ના મેનેજીંગ ડિરેકટર દ્વારા આરોપી વિરુદ્ધ ચેક રીટર્નનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જે કેસ કોર્ટમાં ચાલી જતા.લીલીયા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ દ્વારા આરોપી ઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી તરફે વિદ્વાન વકીલ હાર્દિક.બી.જોષી ની દલીલો માન્ય રાખી કોર્ટ દ્વારા આરોપીઓ ને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો લીલીયા મોટા શહેરમાં આવેલ ક્રેડિટ.કો ઓપરેટિવ સોસાયટીના મેનેજીંગ ડિરેકટર દ્વારા આરોપી (૧) વિપુલભાઈ ભીખાભાઇ ધોરાજીયા રહે. બોડિયા ₹.63214/- તેમજ આરોપી નં(૨)કિરણ બેન વિપુલભાઈ ધોરાજીયા રહે.બોડિયા ₹ 617479/- તેમજ આરોપી નં (3)ભીખાભાઇ માયા ભાઈ ધોરાજીયા રહે.બોડિયા ₹632164.ના ચેક રીટર્ન ની ફરિયાદ કરવામાં આવેલ હતી.જે કેસ લીલીયા ની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલી જતા એડવોકેર હાર્દિક.બી.જોષી ની ધારદાર દલીલો માન્ય રાખી તથા નામદાર કોર્ટ ના જજમનેટ રજૂ કર્યા કોર્ટે વિપુલભાઈ ભીખાભાઇ ધોરાજીયા, કિરણબેન વિપુલભાઈ ધોરાજીયા તથા ભીખાભાઇ માયાભાઈ ધોરાજીયા ને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image