રાજકોટમાં 20 કિમીની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાતા ઠંડી વધી
સૌરાષ્ટ્રભરમાં લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં
શનિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં રહ્યું હતું, પરંતુ રાજકોટમાં શનિવારે દિવસભર 20 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને કારણે શીતલહેર છવાઈ હતી. જોકે સવારે- સાંજે સૌથી વધુ ઠંડી અનુભવાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર હજુ 24 કલાક તાપમાન યથાવત્ રહેશે. રાજકોટમાં સવારે લઘુતમ તાપમાન 11.2 અને મહત્તમ તાપમાન 26.1 ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તાપમાન ઓખામાં 18.2 ડિગ્રી રહ્યું હતું. જ્યારે સૌથી નીચું તાપમાન અમરેલીમાં 10.4 ડિગ્રી હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.