આજે ભાવનગર જિલ્લા આહિર સમાજના 13 મો સમૂહ લગ્ન સિહોર તાલુકાનું સખવદર ગામે યોજાર્યો - At This Time

આજે ભાવનગર જિલ્લા આહિર સમાજના 13 મો સમૂહ લગ્ન સિહોર તાલુકાનું સખવદર ગામે યોજાર્યો


આજે તા.4/12/22ને રવિવાર ના રોજ ભાવનગર જિલ્લા આહિર સમાજ ના તેરમા સમુહલગ્ન સખવદર ખાતે યોજાયો હતો આસમુહ લગન માં 29 યુગલો એ પ્રભુતાના પગલા પાડ્યા હતા આ કાર્યક્રમમાં મોધીમાના જગ્યાના જીણા રામ બાપુ તથા ગૌતમેશ્વર મહાદેવના મહંત શ્રી તથા આહીર સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરી અને સખવદર ગામ ની પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા આહીર સમાજના પહેરવેશ દ્વારા રાસરજૂ કર્યો અને આહિર સમાજના બહેનો અને ભાઈઓ દ્વારા સુંદર રીતે પ્રવચન કયુ કન્યાદાન સાથે થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કૅમ્પનું આયોજન હોઈ આહિર સમાજ ના વડીલો અને યુવાનો ને આહિર સમાજ ના ઉજળા ઇતિહાસ ને લક્ષમાં રાખી ૧૧૧બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતુંઆપણા આહિર સમાજ ના 17 થેલેસેમિયા પીડિત બાળકો ને દર વર્ષે કુલ 204 જેટલી બોટલ ભાવનગર બ્લડ બેંક દ્વારા ચડાવવા માં આવે છે ત્યારે આપણા સમાજે પણ આ બાબતની નોંધ લઇ બ્લડ બેંકનું ઋણ ઉતારવા બહોળા પ્રમાણ માં રક્તદાન કરીએ.વરપક્ષ અને કન્યા પક્ષ બંને તરફ પ્રતિનિધિ દ્વારા મારે જેહમત જ ઉઠાવી હતી ભાવનગર જિલ્લા સમૂહ લગ્ન સમિતિ ના માર્ગદર્શકનીચે સખવદર ગામના ભાઈઓ તથા બહેનોએ સુંદર વ્યવસ્થા અને પૂરો સાથ અને સહકાર આપી ભારે મહેનત કરી હતી
આહિર સમાજ સમુહલગ્ન સમિતિ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon