ભચાઉ નગર ની આંગણવાડી કેન્દ્રો ની કફોડી બની હાલત - At This Time

ભચાઉ નગર ની આંગણવાડી કેન્દ્રો ની કફોડી બની હાલત


ભચાઉ નગર ની લગભગ આંગણવાડી કેન્દ્રો માં બોઉન્ટ્રી દીવાલ નથી તો બાળકો ની સેફટી નું સુ?

ધણી બધા આંગણવાડી કેન્દ્રો ની બિલ્ડીંગ ની હાલત ખરાબ હોવા
થી બાળકો ના જીવ નું સુ? બાળકો ની સેફટી વિશે સુ વિચારે છે તંત્ર?

સુ કોઈક મોટો અનિચ્છનીય બનાવ બને એની રાહ જોવે છે તંત્ર?

વજનકાન્ટા પણ બંધ હાલત માં જોવા મલ્યા.

તપાસ કરતા જાણવા મલયુ કે બાળકો માટે નાસ્તો બનાવા માટે ના વાસણો પણ હવે કામ માં આવી શકે તેવી હાલત નથી એવા વાસણો માં નાસ્તો બનાવી ને ખાવા થી છોકરાઓ ની તબિયત બગડશે તો જવાબદાર કોણ?

બાળકો ની જેટલી સઁખ્યા છે એ પ્રમાણે એમને રમવા માટે ગેમ્સ નો અભાવ છે તેમજ બાળકો માટે બાઉન્ટ્રી સહિત એમને તડકા થી રક્ષણ મળે તે માટે ઉપર પતરા ના સેડ ની પણ જરૂર છે એ પણ અત્યારે નથી.

સરકાર ની મોટી મોટી વાતો ભણશે ગુજરાત તો ખાલી ચોપડા ઉપર જ હોય એવુ લાગી રહ્યું છે


6359441528
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.