ભેસાણ તાલુકાના 20 ગામોના સરપંચો દ્વારા 15 દિવસ પુરતાં અપાયા રાજીનામા - At This Time

ભેસાણ તાલુકાના 20 ગામોના સરપંચો દ્વારા 15 દિવસ પુરતાં અપાયા રાજીનામા


ભેસાણ તાલુકાના 20 ગામોના સરપંચો દ્વારા 15 દિવસ પુરતાં અપાયા રાજીનામા ભેસાણ તાલુકાના 20 જેટલા ગામોના સરપંચો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ 15 દિવસ પૂરતા રાજીનામાં આપવામાં આવ્યા હતા આ અંગે ભેસાણ તાલુકા સરપંચ એસોસિએશન ના પ્રમુખ અને રાણપુર ગામના પૂર્વ સરપંચ સુરેશભાઈ સાવલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોજાયેલી બેઠકમાં અમારા બિલો ન બનતા હોવાની સાથે જીએસટી તેમજ સરપંચોના પડતર કામો સહિતના મુદ્દે સરપંચો દ્વારા વારંવાર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધક્કાઓ ખાવા છતાં પણ કામો ન થતા હોય જે સંદર્ભે તેમજ ગૌચર હટાવવા મુદ્દે પણ સરપંચો રાજ્ય સરકારની સાથે સક્ષમ હોય પરંતુ ગૌચરની જમીન ની હદ અને નિશાન દર્શાવવામાં ન આવતા હોવાથી સરપંચો પણ લાચાર હોય આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી અધિકારીઓ દ્વારા ન કરવામાં આવતા આવા વિવિધ મુદ્દાઓને લઈ તાલુકાના 20 જેટલા ગામોના સરપંચો દ્વારા હાલ 15 દિવસ પૂરતું રાજીનામાં આપવામાં આવ્યું હતા આ અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી મંત્રી ઓ ને 15 દિવસની મુદત આપવામાં આવી છે અને જો 15 દિવસમાં આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપવા માં આવી હતી અને જો નિરાકરણ નહીં આવે તો તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ પર રાજીનામા આપ વાની તયારી બતાવી હતી અને 15 દિવસ બાદ રાજીનામા આપવામા આવશે આ વિચારણા દરમ્યાન થોડી વાર માટે તલાટી મંત્રી અને સરપંચો વચ્ચે વાતાવરણ ગરમાયું હતું અને તું તું મે મે જોવા મળ્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા સમજાવતા મામલો થાળે પડ્યો હતો ભેસાણ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકાના તલાટી મંત્રી તેમજ સરપંચોની એક સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં સરપંચોના વિવિધ પડતર પ્રશ્નો તેમજ ગૌચરના પ્રશ્નોની રજૂઆતો છે તેમજ તેમની મુશ્કેલી અંગે ગૌચરના સર્વે નંબરો અને સરપંચો દ્વારા ગ્રામ પંચાયત માં અલગ અલગ સમિતિઓ બનવા જણાવ્યું હતું અંગે સરપંચોને કહેવામાં આવતા સરપંચોની ગૌચરમાં હદન અંગે દબાણ દૂર કરવા માટે માપણી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે તલાટી મંત્રી પાસે કોઈપણ ટેકનિકલ કર્મચારી ન હોય અને મુશ્કેલીઓનો તલાટી મંત્રીઓને પણ સામનો કરવો પડી રહ્યો છે તે બાબતે વહીવટી તંત્ર સરપંચોની સાથે હોવા નું પણ જણાવ્યું હતું અને મોબાઇલ ટેકનિકલ સર્વિસ દ્વારા તેમજ અન્ય રીતે ગૌચરની જમીનની માપણી કરાવી યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી છે જ્યારે ગામતળોમાં રહેલાં દબાણ માટે પણ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા આપવામાં આવી હતી આ ઉપરાંત જ્યાં સુધી પ્રશ્નો છે તલાટી મંત્રીઓનો તો તે બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યો હતો કે હાલ તલાટી મંત્રીઓની જૂનાગઢ જિલ્લામાં ઘટ છે જે ગામમાં હાલ ઇન્ચાર્જ તલાટી મંત્રીઓ છે તે તલાટી મંત્રીઓને કયા વારે કયા ગામમાં રહેવાનું તેનું યોગ્ય એક ટાઈમ ટેબલ બનાવવામાં આવશે જ્યારે એક જ તલાટી મંત્રી એક જ ગામમાં છે તેને જરૂરી મીટીંગો સિવાય તે ગામમાં દરરોજ રેગ્યુલર હાજર રહેવાનું રહેશે. તેવું પણ જણાવવામાં આવ્યું હતું આમ સરપંચોની વિવિધ માગણીઓને લઈ હાલ તો 20 જેટલા ગામોના સરપંચો દ્વારા 15 દિવસના રાજીનામાનું એક અલ્ટીમેટમ આપ્યું હોવાનું ભેસાણ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું

રિપોર્ટ કાસમ હોથી મો..9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image