કેજરીવાલે ઘરે ઘરે જઈને ગેરંટી કાર્ડ આપ્યા, વડીલોનાં ચરણોમાં શીર્ષ ઝુકાવી મત માંગ્યા
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આજનો દિવસ ચૂંટણી પ્રચારનો દિવસ બની ગયો છે. સવારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી યુવાનની રેલી યોજી હતી અને કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. હજુ આ ઘટનાને માંડ 1 કલાક વીત્યો હશે ત્યાં જ દિલ્હીના CM અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળી પડ્યા હતા, અને ઘરે ઘરે જઈને AAPના ગેરંટી કાર્ડ આપી વડીલોનાં ચરણોમાં શીર્ષ નમાવી લોકોને AAPને મતદાન કરવા અપીલ કરી હતી. નોંધનીય છે કે શહેરમાં સાંજે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એક કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારે ચૂંટણી પૂર્વે ચૂંટણી પ્રચારમાં ભાજપ અને AAPના નેતાઓ દ્વારા મતદારોને રીઝવવાનો જંગ શરૂ થઈ ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.