સાબરકાંઠા …. સાબરકાંઠામાં ઇડર ખાતે યોજાયેલ FPO વર્કશોપ મારફતે ગ્રામ્ય કક્ષાએ કાર્યરત ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સભાસદો અને કારોબારી સમિતિના અધિકારીઓને માર્ગદર્શન તાલીમ યોજાઈ - At This Time

સાબરકાંઠા …. સાબરકાંઠામાં ઇડર ખાતે યોજાયેલ FPO વર્કશોપ મારફતે ગ્રામ્ય કક્ષાએ કાર્યરત ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સભાસદો અને કારોબારી સમિતિના અધિકારીઓને માર્ગદર્શન તાલીમ યોજાઈ


*સાબરકાંઠામા ઇડર ખાતે યોજાયેલ FPO વર્કશોપ મારફતે ગ્રામકક્ષાએ કાર્યરત ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સભાસદો અને કારોબારી સમિતિના અધિકારીઓને માર્ગદર્શન તાલીમ હાથ ધરાઈ.*
સાબરકાંઠા રિલાયન્સ ફાઉન્ડેશન નરોત્તમ લાલભાઇ રુલર ડેવલમેન્ટ ફંડ સંસ્થા થકી જોડાઈને પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં ખેડૂતોના સશકતી કરણ માટે FPO દ્વારા ગ્રામવિકાસ અને ખેડૂતોને યોગ્ય સર્વિસ, નવીન ટેક્નોલોજીની માહિતી, ગ્રામકક્ષાએ ખેડૂત સંગઠન મજબૂત બને અને યોગ્ય નફો મળી રહે તે માટેની નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે , જેમાં સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા , તલોદ અને પોસીના તાલુકાના સિલેકટેડ ગામોની જરૂરિયાત અને માંગને ધ્યાનમાં રાખીને FPO મારફતે ખેડૂતોની ખેતી પદ્ધતીમાં બદલાવ અને આજીવિકામાં વધારો કરવા નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડ પોતાના કાર્યક્ષેત્રના ગામોના સક્રિય FPO ને વર્કશોપ મારફતે સરકારી સહાય અને કાર્યયોજના માટે માહિતગાર કરવાનો પ્રયત્ન હાથ ધરવાના આશય સાથે આગામી સમયગાળામાં FPO ચલાલવવા માર્ગદર્શન મળી રહે તે માટે શ્રી ગૌતમ શર્મા, થિમેટિક લીડર તેમજ શ્રી મુકેશ કલાલ, ડિસ્ટ્રીકટ હેડ, રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ઇડર ખાતે વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું ,પ્રસ્તુત વર્કશોપમા સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના ૭ FPO માથી ૫૦ થી વધુ સભાસદ અને કારોબારી સમિતિના સક્રિય આગેવાનો દ્વારા હાજરી આપવામાં આવી હતી.
જેમાં સરુઆતમાં શ્રીમતી મિતલબેન સુતરિયા, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા સંસ્થાના કાર્યવિસ્તાર, યોજનાનો મુખ્ય હેતુ અને સુચારુ જીવન જીવવવા માટે ખેડૂતનની ભાગીદારી વિશે માહિતી આપી હતી. શ્રી મુકેશ કલાલ દ્વારા FPO અને સરકારી જોગવાઇ વિષયક માહિતીમાં FPOની રચના, સભાસદનું મહત્વ અને બિઝનેસ પ્લાન અંગે માર્ગદર્શનની સાથે સાથે FPO ની હાલની સ્થિતિનો તાગ મેળવી આગળની કાર્યવાહી માટે ખેડૂતોમાં યોગ્ય સમજ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ઉપરાંત શ્રી ગૌતમ શર્મા સાહેબ દ્વારા વીડિયોગ્રાફી અને દસ્તાવેજ દ્વારા હાજર લાભાર્થીઓને ટર્નઓવર અને યોગ્ય નફા દ્વારા FPO ને મજબૂત બનાવવા અને યોજનાઓ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.
વર્કશોપમા સાબરકાંઠા જિલ્લાના કુલ ૭ FPO માથી ૫૦ થી વધુ ખેડૂતો સહભાગી થઈ ખેડૂત સંગઠનના મહત્વ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું, તાલીમના અંતમાં પ્રશ્નોતરી સેશન રાખવામાં આવ્યું હતું જેમાં સક્રિય ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલ તમામ પ્રશ્નોના હાજર અધિકારીઓ દ્વારા સંતોષ કારક પ્રત્યુતર આપવાનો પ્રયત્ન કર્યો હતો.

રિપોર્ટર અલ્પેશ પટેલ
વડાલી


9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image