સાયલા ના છડીયાળી થી ગુમ થયેલા ત્રણ બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી સુરેન્દ્રનગર પોલીસ ટીમ.
સાયલા ના છડીયાળી માં કપાસ વીણવા માટે મજૂરી કામ અર્થે આવેલા છડીયાળી સીમ વિસ્તાર માં મંજુર રમેશ લખમણભાઇ વાદી કપાસ વીણતા હતાં ત્યારે તેના ભાઈજેમાં મિથુન ઉ.વ.૦૯ તથા જીગો ઉ.વ.૦૬ અને એક બહેન રાધીકા ઉ.વ.૦૬ ત્રણેય બાળકો કોઈને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતાં. જે અંગે સાયલા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા SOG પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશભાઈ શીંગરખિયા ને જાણ થતા તાત્કાલિક SOG પી. આઈ. ભાવેશભાઈ શીંગરખિયા, ,SOG પી.એસ.આઈ. એન. એ.રાયમા, લીમડી પોલીસ સ્ટેશન PSI ઝેડ.એલ.ઓડેદરા, લીમડી પોલીસ સ્ટેશન PSI જી.એન.મહેશ્વરી - સાયલા પોલીસ સ્ટેશન PSI એસ.ડી.પટેલ, સાયલા પોલીસ સ્ટેશન PSI એચ.એન.ઝાલા તથા પોલીસ સ્ટાફ દ્વારા અલગ તાત્કાલિક શોધવા માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.શોધ-ખોળ કરતા ગુમ થયેલ ત્રણેય બાળકો PSI એન.એ. રાયમાને લીંબડીથી મળી આવેલ. આમ પોલીસે ગણતરીની કલાકોમા બાલોકોને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.