જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો - At This Time

જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો


જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર તથા આમોદ તાલુકાના દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ ચૈતાલી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં કુલ 140 દિવ્યાંગ બાળકોને 12,77,093/- રૂપિયાની સાધન સહાય આપવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે એડિપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે વર્ષ 2023 - 24માં એલિમ્કો ના સહયોગથી એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજરોજ જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર આમોદ તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહના માર્ગદર્શન હેઠળ આઈ ઇ ડી કો-ઓર્ડીનેટર શ્રીમતી ચૈતાલીબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં જંબુસર બીઆરસી અશ્વિનભાઈ પઢીયાર, આમોદ બીઆરસી આસિફભાઇ પટેલ, ઉપસ્થિત રહ્યા હતા. સદર કેમ્પમાં જંબુસર આમોદ તાલુકાના 140 દિવ્યાંગ બાળકોએ ₹12,77,093/- રૂપિયાની સાધન સહાય મેળવી હતી. જેમાં વ્હીલ ચેર, સીપી ચેર, બી ટી ઇ હિયરિંગ એઇડ, કેલીપર્સ ,ટ્રાઇસિકલ, બ્રેઇલ કીટ, ટીએલએમ કીટ, એમ એસ આઇ ડી કીટ, આપવામાં આવી હતી. સાધન સહાય દિવ્યાંગ બાળકોના હિતમાં તેમના વિકાસમાં ઉપયોગ કરવા તેઓ સ્વાવલંબી બની મુખ્ય પ્રવાહમાં તેમનું યોગદાન આપી શકે આ સાધન થકી બાળકો નિયમિત શાળાએ અભ્યાસ કરવા જશે અને શૈક્ષણિક પુનઃ વસન થાય તેમ શ્રીમતી ચૈતાલી પટેલ દ્વારા જણાવ્યું હતું. આ પ્રસંગે જંબુસર આમોદ તાલુકાના આઈ ઈ ડી સ્ટાફ, બાળકો, વાલી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


9510012734
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.