આદિત્યાણા ગામેથી જુગાર રમતા ૨ પુરુષ અને ૩ મહિલા ને પકડી પડતો રાણાવાવ પોલીસ
જાહેરમાં જુગાર રમતા જુગારના સાહિત્ય સાથે રૂ. ૧૦,૦૬૦ના મુદામાલ સાથે પાંચેય જુગારીઓને પકડી પાડી રાણાવાવ પોસ્ટે. ગુન્હો રજીસ્ટર કરેલ છે
ગોસા(ઘેડ)તા.૧૭/૦૩/૨૦૨
રાણાવાવ પોલીસ સ્ટેશનના આદિત્યાણા ગામેથી નવા પ્લોટ વિસ્તારમાંથી વિસ્તારમાં જાહેર માં જુગાર રમતા બે પુરુષ અને ત્રણ મહિલા સહિત પાંચ જુગારીઓને રાણાવાવ પોલીસે પકડી પાડી ધોરણસર ની કાર્યવાહી કરેલ છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસઅધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાંથી પ્રોહીબીશન/જુગારની બદી ને નેસ્ત નાબૂદ કરવા અને ગેર કાયદેસર પ્રવૃત્તિ ઓને અંકુશમાં લેવા સૂચના કરેલ હોય જેના અનુસંધાને રાણાવાવ વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડું ના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.તળાવીયાઓના દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશન સ્ટાફ ના માણસોને કડક સુચના કરેલ
જે અનુસંધાને રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર વી મોરી તથા જણાવવા પોલીસ સ્ટાફના માણસો દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આદિત્યાણા ગામ નવા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે પુરુષ તથા ત્રણ મહિલાઓ જેમાં વાલજી ભાઈ ખીમજીભાઈ મકવાણા ઉ.વ. ૬૫,ભરત મુરૂભાઈ મકવાણા ઉ.વ. ૪૫, મણીબેન વા/ઓ મનજીભાઈ સાગઠીયા ઉ.વ. ૫૦, જયાબેન વા/ઓ સામતભાઈ પરમાર ઉ. વ. ૫૦ અને રાણીબેન વા /ઓ રામભાઈ સાદીયા ઉ.વ.૫૫ રહે તમામ નવા પ્લોટ વિસ્તાર આદિત્યાણા ગામ તા.રાણાવાવ જી.પોરબંદર નાઓને રોકડા રૂ.૭૨૮૫૦ તથા જુગારના સાહિત્ય સાથે પાંચેય ને પકડી પાડી જુગાર ધારા કલમ -૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી જુગારધારા નો ગણના પાત્ર કેશ સુધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ માં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવીયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી.મોરી તથા પોલીસ હેડ કોસ્ટેબલ વાય એસ.વાળા, એમ.બી.વરૂ,દિલીપ અરજનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઈ, સરમણભાઈ દેવાયતભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ,વુમન પોલીસ કોસ્ટેબલ જિજ્ઞાસાબેન ભરતભાઈ વગેરે રોકાયેલ હતા
રિપોર્ટર વિરમભાઈ કે.આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
