સાયલા ના ગરાંભડી વિસ્તાર ના સૂર્યલીલાપુર પ્રાથમિક શાળામાં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો.
સાયલા ના ગરાંભડી ગામની સૂર્ય લીલાપુર પ્રાથમિક શાળાના શિક્ષક પરમાર રમણસિંહ મંગળસિંહની પોતાના વતન ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની કાલસર પ્રાથમિક શાળામાં બદલી થતાં તેઓનો આચાર્ય દેવાયતભાઈ સાદુળભાઈ સાંભડ તરફથી વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય મૂળજીભાઈ પરાલીયા, ગરાંભડી ગામના સરપંચ જશુબેન ધીરુભાઈ કુકડીયા, નડાળા પે સેન્ટર શાળાના આચાર્ય મહેશકુમાર પટેલ તથા ગરાંભડી પ્રા.શાળાના આચાર્ય આલાભાઇ રત્નાભાઇ લોહ તથા નડાળા પગાર કેન્દ્ર શાળાની તમામ શાળાના આચાર્ય , એસએમસી ના તમામ સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ શુભ પ્રસંગે ગામ લોકોએ તમામ બાળકોને પાઉંભાજીનું તિથિ ભોજન આપી બટુક ભોજનકરાવ્યું હતું.આ પ્રસંગે રમણસિંહ મંગળસિંહ પરમારને શાળા પરિવાર તથા ગ્રામજનો તરફથી વિદાય પ્રસંગે ભેટ સોગાતો આપી સહર્ષ વિદાય આપી હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.