અનંત અનાદિ વડનગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજીત સાંસ્કૃતિક શનિવાર ની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

અનંત અનાદિ વડનગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજીત સાંસ્કૃતિક શનિવાર ની ભવ્ય ઉજવણી કરવામાં આવી


અનંત અનાદિ વડનગર ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજીત સાંસ્કૃતિક શનિવાર ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

અનંત અનાદિ વડનગરમાં ગત 11 જાન્યુઆરીએ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત ‘સાંસ્કૃતિક શનિવાર’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આનર્ત પ્રદેશની વિસરાતી કલાઓને ફરી એકવાર જીવંત કરવાનો હતો.
આ દિવસે વડનગરના લોકો અને અમદાવાદથી આવેલા ‘એલિસિયમ એડવેન્ચર્સ’ ગ્રુપનાં 40થી વધુ બાઈકર્સે ભેગા મળીને ભવાઈ, પપેટ કલા, સારંગી વાદન, તબલા વાદન, સંગીતકલા જેવી વિવિધ કલાઓનો આનંદ માણ્યો હતો. બાઈકર્સ ગ્રુપે વડનગરનો ઐતિહાસિક વારસો જોવા માટે હેરિટેજ વોક પણ કરી હતી. નવીન સર્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ‘મન કી બાત’ અંતર્ગત ‘મારું ગામ, મારો વારસો’ વિષય પર ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરી હતી.
આ કાર્યક્રમમાં શ્રીમતી ચાંદની ઝાલાએ પપેટ કલાની અદભુત રજૂઆત કરી હતી. શ્રી નિમેશ સવિન્દ્રસિંહ સાક્ષીએ સારંગી અને મોરચંગ વાદનથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ તબલા, હાર્મોનિયમ અને ગાયન દ્વારા સંગીતની મધુર ધારા વહાવી હતી. ભવાઈની રંગારંગ પ્રસ્તુતિએ સૌને આપણી વિસરાતી લોકકલાનો અનુભવ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રી રમેશ ઠક્કર (OSD, વડનગર, ગુજરાત પ્રવાસન નિગમ ) અને શ્રી રાજુભાઈ મોદી અને શ્રી પાર્થભાઈ વ્યાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પ્રવાસન નિગમ આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસો કરી રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલ્ય વારસો ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ -: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.