એન્ટ્રી ટિકિટ 29.50ને બદલે રૂ.30ની ઉઘરાણી, વ્હીલચેરના 1100; સામાન સાચવવાના 30 તો કેમેરાનો 200 ચાર્જ - At This Time

એન્ટ્રી ટિકિટ 29.50ને બદલે રૂ.30ની ઉઘરાણી, વ્હીલચેરના 1100; સામાન સાચવવાના 30 તો કેમેરાનો 200 ચાર્જ


રાજકોટની ભાગોળે સ્માર્ટ સિટી અંતર્ગત કરોડોના ખર્ચે અટલ સરોવર ઉપરાંત ન્યુ રેસકોર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું છે. જો કે, અટલ સરોવર ખુલ્લું મકાયાના માત્ર 24 દિવસમાં એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે હવે એન્ટ્રી ટિકિટના રૂપિયા 29.50ને બદલે ખુલ્લેઆમ રૂપિયા 30 ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનું અને વ્હીલચેર માટે 1 હજાર રૂપિયા ડિપોઝિટ લેવાતી હોવાનું તેમજ સમાન અને બેગ રાખવા માટે વધારાના રૂપિયા 30નો ચાંદલો કરવો પડતો હોય તેવું પણ સામે આવ્યું છે. જેને પગલે DMC નંદાણીએ જણાવ્યું હતું કે, સંચાલકોને રૂબરૂ બોલાવી જરૂરી સૂચના આપવામાં આવશે. અને જરૂરિયાત મુજબ પગલાં પણ લેવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.