મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાજ્ય સરકાર દ્વારા અપાય છે ખાસ રાહત - At This Time

મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાજ્ય સરકાર દ્વારા અપાય છે ખાસ રાહત


મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાજ્ય સરકાર દ્વારા અપાય છે ખાસ રાહત

ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને વીજબિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજબિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
જે સંદર્ભે પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૨૬,૬૩૭ ખેડૂતોને વીજ બીલમાં વાર્ષિક રૂ.૧.૬૭ કરોડની રાહત મળી છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, પાટણ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૧૩,૧૦૯ ખેડૂતોને વીજ બિલમાં વાર્ષિક રૂ.૬.૦૫ કરોડની રાહત આપવામાં આવી છે. તે જ રીતે રાજકોટ જિલ્લામાં ૧,૬૨,૩૨૫ ખેડૂતોને વીજબિલમાં વાર્ષિક રૂ.૧૬.૯૦ કરોડની ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.