વિજાપુર ઋષિવનમાં માર્ગ સલામતી અંતર્ગત કર્મચારી અને 204 હેલ્મેટ નું વિતરણ કરાયું
વિજાપુર થી હિંમતનગર હાઇવે ઉપર આવેલા છે ઋષિવન
સકડ સુરક્ષા અભીયાન
માર્ગ સલામતીને ધ્યાને લઇ ઋષિવનના કર્મચારીઓને 204 હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરાયું
જીવનની એક દુઃખદ ઘટના બાદ પરિવાર સમાન સ્ટાફના સભ્યોને *જીતુભાઈએ* અને જયપ્રકાસભાઈ ના સહયોગ થી હેલ્મેટ વિતરણ કરી સલામતી પુરી પાડી
એક જિંદગીની કિંમત પરિવાર થી વધારે કોઈ ન જાણે ત્યારે ઋષિવન ખાતે અને અન્ય જગ્યામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના એક પરિવારના ભામાશા સમાન પર્યાવરણ પ્રેમી જીતુભાઈએ પોતાના પરિવાર એવા સ્ટાફના સભ્યોના જીવનની સલામતી કાજે નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરી પોતાની સેવાકીય લાગણીઓ છલકાવી હતી.
જીતુભાઇના જીવનમાં 15 વર્ષ અગાઉ બનેલી આઘાત જનક એક ઘટનામાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ ધારણ ન કર્યું હોવાને કારણે સગ્ગા ભાણીયાને ગુમાવ્યો હતો. આ સમયે જે ભાણિયો મામા કહી જીતુભાઈને બોલાવતો હતો તેનો એ મામા શબ્દ જીતુભાઇ આજ દિન સુધી ફરી સાંભળી શક્યા ન હતા ત્યારે ભણીયા સાથે બનેલી માર્ગ અકસ્માતની દુઃખદ ઘટના બાદ જીતુભાઈ પોતાના પરિવાર સમાન ઋષિવનના તમામ સ્ટાફ અને અન્ય જગ્યાએ ફરજ બજાવતા કમૅચારી ઓને સભ્યોને કુલ 204 હેલ્મેટનું વિતરણ કરી સડક સલામતી માટે વૃક્ષ નારાયણ દેવને પ્રાર્થના કરી હતી.
આપ પણ આપના સ્ટાફ જે બહારગામ થી મોટરસાયકલ. કે સ્કુટી લાઈને આવતા આપના કમૅચારી ને પોતાનો પરીવાર ના સભ્યો ગણીને આ રીતે હેમ્લેટ આપવા વીનંતી કરી
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
