ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકામાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ દેશી દારૂનાં અડા દેશી દારૂ બંધ કરાવવા કરી ઉગ્રહ રજૂઆત - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકામાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ દેશી દારૂનાં અડા દેશી દારૂ બંધ કરાવવા કરી ઉગ્રહ રજૂઆત


તા:18 ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આજે સિલોજ ગામમાં ખુલ્લેઆમ વેચાતો દારુ બંધ કરવા બાબતે ઉના પોલીસ સ્ટેશનમાં એક લેખિત રજૂઆત કરવામાં આવી છે જ્યારે આ લેખિત રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અત્યારે ઉના તાલુકાના અનેક ગામડાંઓમાં દૂધ કરતા પણ દારૂ વધુ વેચાય છે અને આજથી થોડા દિવસો પહેલા પણ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ભેભા ઞામે દારનું ખુલ્લે આમ દારુનું વેચાણ થતું હતું ત્યારે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું તો શું આ ગુનાહિત પ્રવૃત્તિ પોલીસની મીઠી નજર હેઠળ થાય છે ??? એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કેરી આવી રીતના ક્યાં સુધી આવેદનપત્ર અને લેખિત રજૂઆત લોકો કરતા રહેશે અને લોકોને ક્યારેય ન્યાય મળશે એવા પણ સવાલો ઉભા થયા છે ???

જેમાં ઞીર ઞઢડા પોલીસ સ્ટેશનમાં અખિલ ભારતીય કોળી સમાજ યુવા સંગઠનને એક આવેદનપત્ર પણ આપ્યું હતું તેમ છતાં પણ આજ સુધી કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી જેમાં ગીર ગઢડા તાલુકાની હદમાં આવતા અનેક ગામડાઓમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તો શું પોલીસ હપ્તા ઉધરાવે છે ??? આવી અનલિઞલી પ્રવૃત્તિ પોલીસની મીઠી નજર હેઠળ થાય છે ??? એવાં પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આજથી થોડા દિવસ પહેલા દારૂ પીને એક 8 વર્ષની કુમળી વયની બાળા ઉપર રાક્ષસી કૃત્ય કરીને બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એમનાંથી સંતોષ નાં થતાં મોતને ઘાટ ઉતારી દીધી હતી જે આવા દારૂપીતા વ્યસનથી આવી અનેક ગુનાહિત પ્રવૃત્તિ પણ બનતી રહેશે એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા જો હજી પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવા ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં આવા ગુનાહિતl પ્રવૃત્તિઓના ઞુનાઓ બનતાં રહશે આવાં દારુ પિતા દારુડીયાથી અનેક લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે

ત્યાર બાદ આજે ઊના તાલુકાના સિલોજ ગામે ખુલ્લેઆમ દારૂ વેચાય છે દારુ બંધ કરવા બાબતે પોલીસ સ્ટેશનમાં એક લેખિત રજૂઆત કરી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનેક યુવાનોની દેશી દારૂની પાછળ જિંદગી પણ બરબાદ થઈ રહી છે અને આ નકલી દારૂની બનાવટીથી અનેક યુવાનોના મૃત્યુ પણ થયા છે અને આજે ઘણી બહેનનો વિધવા પણ થઈ છે અને એમના બાળકો પણ નોંધારા બની ચુક્યાં છે આજે અનેક પરિવારના બાળકો પણ શિક્ષણથી પણ વંચિત રહી જાય છે એવી હાલત પણ આવી પડે છે અને આ પરિવારના બાળકોનું પેટ ભરવા માટે કાળી મજૂરી એમની માતાઓનેં વેઠ કરી નેં પેટનો ખાડો ભરવાં માટે અનેક વેઠ કરવાનાં દિવસો પણ આવી પડે છે તો ક્યાં છે ગુજરાતમાં દારૂબંધી ??? ક્યારે દિવથી સપ્લાય થતો દારુ ઘુસણખોરી કરતા બુટલેગરો તેમજ દેશી દારૂના અડ્ડાઓમાં પોલીસ રેડ કર છે એવાં સવાલો પણ ઊભા થયાં છે ??? અને યોગ્ય કાર્યવાહી કરી અને તપાસ કરવામાં આવે અને લોકોને ન્યાય મળે એવી આ લેખિત મૌખિક રજૂઆતમાં સિલોજ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ઉપ સરપંચ તેમજ સિલોજ ગામના અનેક લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી કે યોગ્ય તપાસ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon