કોડીનાર તાલુકાના માલગામ ખાતે આંગણવાડીની બાજુમાં જ રોડ પર તળાવ ભરાયું બાળકોના આરોગ્ય ઉપર ખતરો - At This Time

કોડીનાર તાલુકાના માલગામ ખાતે આંગણવાડીની બાજુમાં જ રોડ પર તળાવ ભરાયું બાળકોના આરોગ્ય ઉપર ખતરો


કોડીનાર તાલુકાના માલગામ ખાતે આંગણવાડી ની બાજુમાં રોડ ઉપર વરસાદી પાણીનું મોટું ખાબસુ ભરાય છે જેના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ ગંદા પાણીનું તળાવ ચોમાસુ આખો રોડ ઉપર ભરેલ રહે છે

માલ ગામ ખાતે 100 મીટર જેટલી રોડ નિશો રહી ગયો હોવાના કારણે આજ રોડ ઉપર પાણીનું મચ્છ મોટું ખાબચ્યું ભરાય છે જે આખા ચોમાસા દરમિયાન ભરાયેલું રહેશે નવાઈની વાત તો એ છે આ ગંદા પાણીના ખાબોચિયા ની બિલકુલ બાજુમાં એક આંગણવાડી કેન્દ્ર આવેલ છે અહીં ગંદા પાણીની દુર્ગન અને મચ્છરો અવરિત ઉપદ્રવ થી બાળકોના આરોગ્ય સાથે ખીલાવડ થઈ રહી છે એટલું જ નહીં માલગામ કાજ રોડ દસ ગામોનો ધોરીમાર્ગ છે અહીં વાહનોની અવર અવર સતત રહેશે પણ આ ખાડા થી તંગ આવી ગયા છે

માલ ગામની આ રોડ સમસ્યા દસ વર્ષ પહેલા રોડ બન્યો ત્યારથી જ એટલે કે માલ ગામને રોડની સુવિધા સાથે ગંદુ પાણી ભરાવાની સમસ્યા કરિયાવરમાં સાથે જ આવી છે અહીં નવો રોડ ઊંચાઈવાળો બને તેવી માંગ ઉઠી છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon