લાકડીયા ધોરીમાર્ગ પર ભારત હોટલ નજીક પોલીસ પેટ્રોલિંગમાં હોય જેમાં શંકાસ્પદ કારમાં માદક પદાર્થ કોકેઈનના કોમર્શીયલ દોઢ કરોડનો જથ્થો ઝડપાયો - At This Time

લાકડીયા ધોરીમાર્ગ પર ભારત હોટલ નજીક પોલીસ પેટ્રોલિંગમાં હોય જેમાં શંકાસ્પદ કારમાં માદક પદાર્થ કોકેઈનના કોમર્શીયલ દોઢ કરોડનો જથ્થો ઝડપાયો


પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN" અંતર્ગત ગેરકાયદેસર ડેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમ લાકડીયા પો સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ હતી તે દરમ્યાન લાકડીયા પો.સ્ટે.ના સ્ટાફને સાથે રાખી ભારત હોટલ સામે મઢી ત્રણ રસ્તા ને.હા. ખાતે સામખિયારી તરફ જતા આંતર રાજય માંથી આવતા વાહનોને ચેકીંગ કરતા હતા તે દરમ્યાન HR 26DP 9824 વાળી ઈડો સ્પોટ કાર શંકાસ્પદ જણાઈ આવતા તેને રોડની સાઈડ કરી ચેક ક૨તા ડ્રાઈવર શીટ ઉપર બેઠેલ હનિસિંગ બિન્દરસિંહગ શીખ તથા તેની બાજુમા જશપાલકોર ઉર્ફે સુમન વા/ઓ ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઈ શીખ તથા પાછળની સીટમા સંદીપસિંગ પપ્પુસિંગ શીખ તથા અર્શદીપકોર વા/ઓ સંદીપસિંગ શીખ ડો/ઓ ચરનાસિંગ બેઠેલ હતા અને મજકુર તમામના કબજા ભોગવટાની ડાર શંકાસ્પદ હોય જેથી તેઓના કબજા ભોગવટાની કાર ચેક ક૨તા કારમા બોનટના ભાગે આવેલ એર ફીલ્ટરના નિચેના ભાગેથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ કોડેઈન જથ્થો રાખેલ હોય જે માદક પદાર્થ કોકેઈન ડુલ વજન ૧૪૭.૬૭ ગ્રામ જેની કિમત રૂપિયા ૧,૪૭,૬૭૦૦૦ /-નો મુદ્દામાલ ગેરકાયદેસર વેચાણ અર્થે-રાખી મળી આવેલ હોય જેથી મજકુરો ઈસમ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે લાકડીયા પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.

આરોપી:-(૧) હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ ૨હે લહેરાદુર કોટ તા. રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ(૨) સંદીપસિંગ પપ્પુસિંગ શીખ ઉવ ૨૫ રહે વોર્ડ નંબર ૪ રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ(3) જશપાલકોર ઉર્ફે સુમન વા/ઓ ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઈ શીખ ઉવ ૨૯ ૨હે ગામ પટીકાલા પીન્ડે મહેરાજ તા.રામપુરા ફુલે જી.ભટીન્ડા પંજાબ(૪) અર્શદીપકોર વા/ઓ સંદીપસિંગ શીખ ડો/ઓ ચરનાસિંગ ઉવ ૨૧ ૨હે વોર્ડ નંબર ૪ રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ

વોન્ટેડ આરોપી:-(૧) ગુલવંતસિંગ ઉર્ફે શનિસિંગ હજુરાસિંગ શીખ રહે ગામ પટીડાલા પીન્ડે મહેરાજ તા.રામપુરા ફુલે જી.ભટીન્ડા પંજાબ
પકડાયેલ મુદ્દામાલની વિગત :-

(૧)કોકેઈન નેટ વજન ૧૪૭.૬૭ કિમત રૂપિયા .૧,૪૭,૬૭૦૦0/-

(૨) મોબાઈલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૮૦,૦૦૦/-

(3) ઈકો સ્પોટ કા૨ - ૦૧ કિ.રૂ. પ,00,000/-

(3)આધારકાર્ડ-૦૧ કિ.રૂ.00/00

(૪) પાન કાર્ડ નંગ-૦૧ કિં.રૂ. 00/00

કુલ કિ.રૂા.૧,૫૩,૪૭૦૦૦/-નો મુદ્દામાલ

આરોપી ગુનાહિત ઈતિહાસ:-

(૧) હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ રહે લહેરાદુર કોટ તા.રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ વાળા ઉપર લાકડીયા પો.સ્ટે. ખાતે ગુ.૨.નં-૧૧૯૯૩૦૧૧૨૧૦૩૦૩/૨૦૨૧ આઈ.પી.સી કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૩૦૭, ૩૨૩,૩૨૫, જી.પી.એડટ ૧૩૫ વિગેરે મુજબ ગુનો નોંધાયેલ છે.

ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી. પો.ઈન્સ. ડી.ડી.ઝાલા તથા પો.સ.ઈ. વી.પી.આહીર તથા એસ.ઓ.જી. સ્ટાફ તથા લાકડીયા પો.સ્ટે. સ્ટાફ જોડાયેલ હતો.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.