ધ્રાંગધ્રા બેઠક પર ભાજપ ઉમેદવારને સમઁથનમા કેન્દ્રીય મંત્રીની જાહેર સભા.
ધ્રાંગધ્રા: રાજ્યમા વિધાનસભાની ચુંટણી દરમિયાન ભાજપ દ્વારા અનેક સ્ટ્રાર પ્રચારકોને જાહેર સભા ગજવવા અને ૧૨૫થી પણ વધુ સીટો પર ભાજપના કેશરીયો લહેરાવવાના પ્રયત્નો શરુ કરાયા છે. ત્યારે હળવદ ખાતે અગાઉ યોગી અત્યારની સભા બાદ ધ્રાંગધ્રા શહેરના ગ્રિનચોક વિસ્તારમા કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઇરાનીની જાહેર સભાનુ આયોજન કરાયુ હતુ. જેમા કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઇરાની દ્વારા સભા દરમિયાન લોકોને સંબોધતા કોગ્રેસ પર આકરા પ્રહારો કરી ૭૦ વષઁના શાસનમા ભૂખમરો અને ગરીબ લોકોને વધુ ગરીબ બન્યા સિવાય બીજું કઇ આપ્યુ નથી તેમ જણાવ્યુ હતુ હતુ સાથે જ રાજ્યમા ભાજપની સરકાર આવ્યા ત્યારથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનુ ગુજરાત મોડેલ અને આજે ભારત દેશનું નામ દુનિયાના તમામ દેશના મુખ પર હોવાનુ જણાવ્યુ હતુ. ધ્રાંગધ્રા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાને જંગી લીડથી વિજય બનાવવા આહવાન કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઇરાનીની સભામાં હળવદ તથા ધ્રાંગધ્રાના ગ્રામ્યમાંથી મોટી સંખ્યામા સમઁથકોની હાજરી જોવા મળી હતી. જાહેર સભા કાયઁક્રમમા મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઇરાની, પુવઁ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા, ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા સહિત સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ તથા ધ્રાંગધ્રા હળવદના ભાજપ કાયઁકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.