મેંદરડા ખાતે પત્રકાર એકતા પરિષદનું વિવિધ હોદ્દેદારો ની નિમણૂક બાબતે અધિવેશન યોજાયું - At This Time

મેંદરડા ખાતે પત્રકાર એકતા પરિષદનું વિવિધ હોદ્દેદારો ની નિમણૂક બાબતે અધિવેશન યોજાયું


મેંદરડા: મેંદરડા ખાતે પત્રકાર એકતા પરિષદ નું અધિવેશન યોજાયું

અધિવેશનમાં મેંદરડા તાલુકાના વિવિધ હોદ્દેદારોની બિન હરીફ વરણી કરવામાં આવેલ

જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા અધિવેશન યોજાયું જેમાં જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

પત્રકાર એકતા પરિષદ ગુજરાતનું સૌથી મોટું અને વિશાળ સંગઠન જે ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લા અને ૨૫૨ તાલુકામાં કાર્યરત છે ત્યારે આ સંગઠન સૌથી ઝડપી અને વિકાસના અનેક શિખરો સર કરી રહ્યું છે જેનો શ્રેય ગુજરાત રાજ્યના એકતા પરિષદના પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા અને તેમની ટીમ ના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ પત્રકાર એકતા પરિષદ કાર્યરત રહી નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે

ત્યારે મેંદરડા તાલુકાનું પત્રકાર એકતા પરિષદ અધિવેશન તા.૧૪/૯ ના રોજ મળેલ જેમાં સંગઠનની વિવિધ રચના કરવામાં આવેલ હતી ત્યારે મેંદરડા તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે દેવશીભાઈ છોડવડીયા મેંદરડા,ઉપ-પ્રમુખ તરીકે બીપીન ભાઈ પંડ્યા સાસણ,મહામંત્રી નરેન્દ્રભાઈ સાવલિયા સમઢીયાળા, મંત્રી ગૌતમભાઈ શેઠ,સંગઠન મંત્રી સંજયભાઈ પરમાર માનપુર,સહમંત્રી પ્રવીણ ભાઈ નાગ્રેચા મેંદરડા, ખજાનચી અશોકભાઈ ભાખર દાત્રાણા, સભ્યશ્રી તરીકે પીઢ પત્રકાર નંદલાલભાઈ મહેતા સહિતની વિવિધ બિન હરીફ હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ હતી

ત્યારે આ પ્રક્રિયા માટે જુનાગઢ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ વલ્લભભાઈ પરમાર, ઉપ- પ્રમુખ કેશવ ભાઈ બારોટ,ઝોન- કોડીનેટ-૨ કમલેશભાઈ મહેતા (મેંદરડા પત્રકાર)અને અશોક ભાઈ રેણુકા કેશોદ, જિલ્લા મહામંત્રી જે કે કુરેશી, જુનાગઢ શહેરના રીનાબેન દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નિયુક્ત હોદ્દેદારોનુ સન્માન કરી શુભેચ્છા પાઠવેલ હતી અને તમામ વરર્ણી ને આવકારેલ હતી
ઉપરોક્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મેંદરડા તાલુકા એકતા પરિષદ દ્વારા અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી

રીપોર્ટ અહેવાલ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.