લુણાવાડા ARTO કચેરીમાં વડાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે માર્ગદર્શન
આજરોજ રોડ સેફટી અભિયાન 2025 અંતર્ગત એઆરટીઓ લુણાવાડા કચેરી ખાતે વડાગામ પ્રાથમિક શાળાએથી આરટીઓ કચેરીની વિઝીટ કરવા આવેલ હતી.જ્યારે વિદ્યાર્થીઓને આરટીઓ ઇન્સ્પેક્ટર એન. કે. પટેલ દ્વારા આરટીઓમાં થતી કામગીરી અને રોડ સેફટી અંગે માર્ગદર્શન તેમજ રોડ સેફ્ટીના મહત્વપૂર્ણ નિયમો સમજાવ્યા હતા.તેમણે વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સંકલ્પ પત્ર વંચાવ્યું હતું. આ સંકલ્પ પત્ર પર વિદ્યાર્થીઓના વાલીઓની સહી લેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. આ પહેલથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
